પાકિસ્તાનીઓને સિંદૂરના અર્થની નથી ખબર, ભારતની કાર્યવાહી બાદ ગૂગલ પર કરી રહ્યા છે સર્ચ

કરાચીઃ પહલગામ હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને સણસણતો જવાબ આપ્યો છે. ભારતીય સેનાએ મોડી રાતે પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકી ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરી હતી. ભારતે કરેલી કાર્યવાહી બાદ પાકિસ્તાનના લોકો ફફડી ઉઠ્યા છે. પાકિસ્તાનના લોકો ગૂગલ પર ઓપરેશન સિંદૂર, એર સ્ટ્રાઈક, ભારતીય સેના સર્ચ કરી રહ્યા છે.
પાકિસ્તાનમાં ગૂગલ પર ઓપરરેશન સિંદૂર અંગે સર્ચ કરી રહ્યા છે. પાકિસ્તાનીઓ ઓપરેશન સિંદૂર, ઈન્ડિયા ઓપરેશન સિંદૂર, સિંદૂર એટેક, ઓપરેશન સિંદૂર શું છે જેવા શબ્દો સર્ચ કરી રહ્યા છે. આ ઉપરાંત પાકિસ્તાનના લોકો સિંદૂરનો અર્થ જાણવા ગૂગલનો સહારો લઈ રહ્યા છે. તેમજ સિંદૂર શું છે, સિંદૂરનો અર્થ તેવા કીવર્ડ સર્ચ કરી રહ્યા છે.

ઓપરેશન સિંદૂર ઉપરાંત પાકિસ્તાનીઓ ગૂગલ પર ઈન્ડિયા એટેક પાકિસ્તાન, ઈન્ડિયા સ્ટ્રાઈક પાકિસ્તાન જેવા કીવર્ડ પણ સર્ચ કરી રહ્યા છે. આ ઉપરાંત પાકિસ્તાનના લોકો પાકિસ્તાન આર્મી અંગે પણ સર્ચ કરી રહ્ય છે. ઉપરાંત સૌથી પાવરફૂલ આર્મી, ઈન્ડિયન આર્મી, પાકિસ્તાન આર્મી પણ ટ્રોપ સર્ચમાં છે.
શું છે ઓપરેશન સિંદૂર
પહલગામ હુમલાનો જવાબ આપવા મંગળવાર રાત્રે દેશના સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી કેમ્પો પર હુમલો કર્યો હતો. ઘાતક ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને કરવામાં આવેલા આ હુમલાઓમાં નવ સ્થળોએ આતંકવાદી કેમ્પ અને માળખાનો નાશ કરવામાં આવ્યો હતો. આ સાથે સેનાએ જાહેર કર્યું કે ન્યાય થયો છે! તેનું નામ હતું- ઓપરેશન સિંદૂર. પહલગામ હુમલામાં, આતંકવાદીઓએ પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછ્યા બાદ ગોળી મારી દીધી હતી. હુમલાના 15 દિવસ પછી મંગળવાર મોડી રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર બંનેમાં આતંકવાદી કેમ્પો પર આ કાર્યવાહી કરવામાં આવી હતી. ઓપરેશનની ખાસ વાત એ હતી કે પાકિસ્તાનની કોઈપણ લશ્કરી છાવણી તેની રેન્જમાં ન આવે તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. ઓપરેશન દરમિયાન ભારતે માત્ર આતંકવાદી કેમ્પ અને માળખાઓને જ નિશાન બનાવ્યા હતા.
આ પણ વાંચો….ઓપરેશન સિંદૂર બાદ ગુજરાત સરહદ પર એલર્ટ, ભુજ એરપોર્ટ બંધ કરાયું, રાજકોટ -જામનગરની ફ્લાઇટ રદ