જાણીતા વડાપ્રધાને બળાત્કાર ગુજાર્યો! વર્જિનિયા ગિફ્રેના પુસ્તકમાં ખુલાસા બાદ યુએસ-યુરોપમાં ખળભળાટ…

ન્યુ યોર્ક: જેફરી એપ્સ્ટેઇનના સેક્સ-ટ્રાફિકિંગ નેટવર્કની પીડિતા વર્જિનિયા ગિફ્રેની આપવીતી પર આધારિત “નોબડીઝ ગર્લ”પુસ્તક પ્રકાશિત થતા યુનાઈટેડ સ્ટેટ્સ અને યુરોપના દેશો ખળભળાટ (Virginia Giuffre’s book Nobody’s Girl) મચી ગયો છે. ગત એપ્રિલમાં વર્જિનિયા ગિફ્રેનું મૃત્યુ થયું, એ પહેલા તે આ પુસ્તક પર કામ કરી રહી હતી. હવે આ પુસ્તક પ્રકાશિત થયું છે, જેમાં હાઈ પ્રોફાઇલ સેક્સ સિન્ડિકેટ અંગે ચોંકાવનારા દાવા કરવામાં આવ્યા છે. આ પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે એક જાણીતા વડા પ્રધાને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
ઓસ્ટ્રેલિયામાં વર્જિનિયા ગિફ્રેના મૃત્યુના છ મહિના પછી 400 પાનાનું પુસ્તક ગત મંગળવારે એસોસિયેટેડ પ્રેસ દ્વારા પ્રકાશિત થયું હતું. પુસ્તકમાં વિશ્વભર કેટલાક દેશોના રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને હોલિવૂડ સેલિબ્રીટીઝ પર જાતીય શોષણ, બળજબરી અને ટ્રાફિકિંગના આરોપ લગાવવામાં આવ્યા છે.
ગિફ્રેના પુસ્તકમાં ગિફ્રેએ સગીરાવસ્થામાં તેની સાથે થયેલા દુર્વ્યવહાર અને પોતાના અને અન્ય પીડિતોમાટે ન્યાય મેળવવા માટે વર્ષો સુધી લડેલી લડાઈની કરુણ અને ચોંકાવનારી વિગતો આપી છે.
‘…સેક્સ સ્લેવ તરીકે મૃત્યુ પામીશ’
ગિફ્રેએ એપ્સ્ટેઇન અને તેના સર્કલ અંગે લખ્યું, “તેણે મને ઘણા ધનવાન, શક્તિશાળી લોકોને સોંપી દીધી હતી. તેઓ મારો ઉપયોગ કરતા અને અને મને અપમાનિત કરતા, કેટલાક કિસ્સાઓમાં તેઓ મને માર મારતા, ગળું દબાવતા અને લોહીલુહાણ કરી દેતા, મને લાગતું હતું કે હું સેક્સ સ્લેવ તરીકે મૃત્યુ પામીશ.”
વડા પ્રધાન પર ગંભીર આરોપ:
ગિફ્રેના પુસ્તાકના યુએસ વર્ઝનમાં દાવો કરવામાં આવ્યો કે છે કે એક જાણીતા વડા પ્રધાને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. યુકે વર્ઝનમાં ભૂતપૂર્વ પ્રધાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, બંને વર્ઝનમાં આ તફાવત અંગે પ્રકાશકો દ્વારા હજુ સુધી સ્પષ્ટતા કરવામાં આવી નથી.
ગિફ્રેએ પુસ્તકમાં જણાવ્યું કે એપ્સટાઇન કેવી રીતે તેને એક એવા માણસ પાસે લઈ ગયો, જેણે તેના પર પહેલા કરતાં વધુ ક્રૂરતા સાથે બળાત્કાર ગુજાર્યો. એ સમયે તે માત્ર 18 વર્ષની હતી.
ગિફ્રેએ લખ્યું “હું બેભાન ન થઈ ગઈ ત્યાં સુધી એ શખ્સે વારંવાર મને ગૂંગળાવાનો પ્રયાસ કર્યો. મને તડપતી જોઈને એ શખ્સે આનંદ માણ્યો. મને ભયંકર પીડા પહોંચાડી અને વડા પ્રધાન હસ્યા અને જ્યારે મેં તેમને વિનંતી કરી ત્યારે તેઓ વધુ ગુસ્સે થઇ ગયા.”

બ્રિટિશ રાજકુમાર પર પણ આરોપ:
બ્રિટિશ રાજવી પરિવારના સભ્ય પ્રિન્સ એન્ડ્રુ પર પણ આરોપ છે તેણે ગિફ્રેનું જાતીય શોષણ કર્યું હતું, હવે તેના પર નવી તપાસ શરુ થશે. એન્ડ્રુ કિંગ ચાર્લ્સનો ભાઈ છે, તેણે આ આરોપોને નકારી કાઢ્યા છે.
કોણ હતો જેફરી એપ્સ્ટિન:
જેફરી એપ્સ્ટિન અમેરિકન ઉદ્યોગપતિ હતો, તેણે સેક્સ-ટ્રાફિકિંગ નેટવર્ક ઉભું કર્યું હતુ. તે સગીરાઓ જાતીય સેક્સ ટ્રાફિકિંગમાં ધકેલતો હતો, તેને આ ગુનાઓ માટે દોષિત પણ ઠેરવવામાં આવ્યો હતો. તેણે ન્યૂ યોર્ક અને ફ્લોરિડામાં મોટી મિલકતો ખરીદી હતી, તેના બિલ ક્લિન્ટન અને ડોનાલ્ડ ટ્રમ્પ યુએસ રાષ્ટ્રપતિઓ સાથે સારા સંબંધો હતાં.
વર્ષ 2008માં યુએસના ફ્લોરિડામાં બાળકોના સેક્સ-ટ્રાફિકિંગ ગુનામાં તેને દોષિત ઠેરવવામાં આવ્યો, તે 13 મહિના જેલમાં રહ્યો. વર્ષ 2019માં ન્યૂ યોર્કમાં સેક્સ ટ્રાફિકિંગના આરોપમાં તેની ફરી ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ જેલમાં જ તેમણે આત્મહત્યા કરી હતી.
એપ્સ્ટિનના ભૂતકાળ અંગે ખુલાસા થતા યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપમાં સેક્સ-ટ્રાફિકિંગ નેટવર્ક સાથે જોડાયેલા હાઈ પ્રોફાઈલ લોકોના નામ સામે આવી રહ્યા છે.