America માં વોટર પાર્કમાં ગોળીબારીથી દહેશત, 10 લોકો ઘાયલ થયા
ડેટ્રોઇટ : અમેરિકામાં(America)ફરી એકવાર ગોળીબારની ઘટના સામે આવી છે. ગોળીબારીની ઘટના મિશિગનના સૌથી મોટા શહેર ડેટ્રોઇટ પાસેના વોટર પાર્કમાં બની હતી. જ્યાં ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઘટના શનિવારે સાંજે ત્યાં બની જ્યારે લોકો વોટર પાર્ક જોવા ગયા હતા.
ગોળીબાર કરનાર આરોપી ફરાર
ફાયરિંગ કરનાર વ્યક્તિ ફરાર થઈ ગયો છે. જોકે, પોલીસનું કહેવું છે કે તેમને લાગે છે કે તે નજીકના ઘરમાં છુપાયો છે. ઘટનાસ્થળેથી શંકાસ્પદ દ્વારા ઉપયોગમાં લેવાયેલી બંદૂક મળી આવી હતી. ઘાયલોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. ઓકલેન્ડ કાઉન્ટીના અધિકારીએ જણાવ્યું હતું કે, મિશિગનના રોચેસ્ટર હિલ્સમાં બ્રુકલેન્ડ પ્લાઝા સ્પ્લેશ પેડ પાર્કની સામે સાંજે 5 વાગ્યે એક વ્યક્તિએ વાહનમાંથી બહાર નીકળ્યો અને સેમીઓટોમેટિક ગ્લોક પિસ્તોલથી લગભગ 30 ગોળી ચલાવી.
મિશિગનના ગવર્નરે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો
રોચેસ્ટર હિલ્સ ડેટ્રોઈટથી લગભગ 30 માઈલ (50 કિમી) ઉત્તરે છે. તેનું સૌથી નજીકનું શહેર ઓક્સફોર્ડ ટાઉનશીપ છે, જે ઓકલેન્ડ કાઉન્ટીમાં પણ છે. અહીં 2021માં એક શાળામાં વિદ્યાર્થી એથન ક્રમ્બલીએ અંધાધૂંધ ગોળીબાર કર્યો અને ચાર વિદ્યાર્થીઓની હત્યા કરી. તેણે અન્ય છ વિદ્યાર્થીઓ અને એક શિક્ષકને ઇજા પહોંચાડી હતી.
Also Read –