અમેરિકા જવા માટે ઘેલા થતાં પહેલા આ વીડિયો જોઈ લો, આંખો ખુલી જશે

અમદાવાદઃ ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ વિદેશ જવાની અને ખાસ અમેરિકા જવાની ઘેલછા જગજાહેર છે. ગેરકાયદે જીવના જોખમે જનારા ગુજરાતીઓ પણ ઘણા છે. એ વાત પણ સાચી કે હજારો ભારતીયોએ અમેરિકાને પોતાની કર્મભૂમિ બનાવી છે અને પૈસો અને પ્રતિષ્ઠા કમાયા છે. શિક્ષણ, રોજગાર અને સારા જીવનધોરણ માટે લોકો અમેરિકાને પસંદ કરે છે, પરંતુ સિક્કાની બીજી બાજુની જેમ આ દેશનો એક બિહામણો ચહેરો પણ છે, જે ધીમે ધીમે સોશિયલ મીડિયાના માધ્યમથી બહાર આવી રહ્યો છે.
આવો જ એક વીડિયો વાયરલ થયો છે જે સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર ઈશાન શર્મા દ્વારા તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયો અમેરિકાના ટેકનોસિટી સાન ફ્રાન્સિસ્કોની છે. ઈશાન શર્માએ જે વીડિયો વાયરલ કર્યો છે, તેમાં નશેડીઓ રસ્તામાં ધૂત પડ્યા છે, ભિખારીઓ દેખાઈ છે.
ફ્રાન્સિસ્કોમાં ગૂગલ,ફેસબુક, લેવી સ્ટ્રોર્સ, સેલ્સફોર્સ, રેડિટના હેડ ક્વાર્ટસ છે. દુનિયામાં જે ટેકનો રિવોલ્યુશન થયું છે, તેનું કેન્દ્ર બિંદુ આ શહેર છે. આ શહેરમાં રહી કામ કરવું હજારોનું સપનું હોય છે.
ઈશાને લખ્યું છે કે અહીં ટેકનોલોજી તો આગળ નીકળી ગઈ છે, પરંતુ માણસ પાછળ છૂટી ગયો છે. રસ્તા પર નશામાં ધૂત લોકો, ધોળેદહાડે ચોરી જેવી જેવી ગુનાખોરી અહીં છે.
Also Read – જો બાઇડેને પુત્રને તમામ આરોપોમાંથી દોષમુક્ત કરીને શું કહ્યું? જાણો
લોકો તેના વીડિયો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા આને દુઃખદ કહી રહ્યા છે તો પશ્ચિમી સંસ્કૃતિનું આવું અનુકરણ આપણે ન કરીએ તેવી સલાહ પણ આપી છે.
જોકે એકાદ વીડિયોથી કોઈ દેશની છબિ ઊભી કરવી યોગ્ય ન કહેવાય, પરંતુ દરેક ચળકાટ પાછળ અંધારુ પણ છે, તે આ વીડિયો સાબિત કરે છે.