શું ટ્રમ્પ પરના હુમલાની આગાહી અગાઉ જ કરી દેવામાં આવી હતી? | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

શું ટ્રમ્પ પરના હુમલાની આગાહી અગાઉ જ કરી દેવામાં આવી હતી?

દુનિયામાં અત્યાર સુધી આવી ઘણી ઘટનાઓ બની છે, જે કાર્ટૂન સાથે જોડાયેલી છે. સોશિયલ મીડિયા યુઝર્સ તેમના દાવાને મજબૂત કરવા માટે કાર્ટૂનમાં બતાવવામાં આવેલી સંભવિત ઘટનાથી સંબંધિત વીડિયો અને તસવીરો પણ શેર કરતા હોય છે. આવો જ કંઇક દાવો હવે અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના થયેલા હત્યાના પ્રયાસ માટે કરવામાં આવી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના કાનને ઘસરકો કરીને ગોળી નીકળી ગઇ હતી અને ટ્રમ્પ બાલ બાલ બચી ગયા હતા.

આ પણ વાંચો: Attack on Donald Trump: ‘આપણે અસહમત હોઈ શકીએ, પરંતુ…’, ટ્રમ્પ પરના હુમલા બાદ બાઈડેનનું રાષ્ટ્રને સંબોધન

સોશિયલ મીડિયા પર હવે ઘણા દાવા કરવામાં આવી રહ્યા છે. એક એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ઘટનાનો ઉલ્લેખ સિમ્પસન કાર્ટૂનમાં પહેલેથી જ કરવામાં આવ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પના મામલામાં પણ કંઈક આવું જ જોવા મળ્યું છે. લોકો સિમ્પસનના એક એપિસોડ સાથે સંબંધિત કેટલીક તસવીરો શેર કરી રહ્યાં છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ રેલીમાં ઉભા જોવા મળે છે. બાદમાં તેમની સાથે એક શબપેટી પણ જોવા મળે છે. જો કે, ધ સિમ્પસન શૈલીમાં જાહેર કરાયેલ એનિમેટેડ ચિત્ર પહેલાથી જ નકારી કાઢવામાં આવ્યું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ચેનલ 4ને તેના શોના શેડ્યૂલમાંથી આ ચોક્કસ એપિસોડ હટાવવો પડ્યો કારણ કે તે પેન્સિલવેનિયા, યુએસએમાં બનેલી નાટકીય ઘટનાઓનું નિરૂપણ કરી રહ્યું હતું.

લોકો દાવો કરી રહ્યા છે કે ચેનલે આ ખાસ એપિસોડનું પ્રસારણ કેમ અટકાવ્યું એની હવે ખબર પડી. એમા ંછત પર એક સ્નાઇપર સાથે માણસ છે.તે તેની બંદૂક સાથે સ્ટેજ તરફ ઇશારો કરી રહ્યો છે, જ્યાં સ્કૂલની છોકરીની ભૂમિકા ભજવતી અભિનેત્રી ભાષણ આપતી જોવા મળી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા ગોળીબારના પ્રયાસ જેવી જ આ ઘટના છે, જેમાં ટ્રમ્પ ભાષણ આપી રહ્યાહતા અને તે સમયે છત પર છુપાયેલા એક બંદૂકધારીએ ટ્રમ્પ પર ગોળીબાર કર્યો હતો. આ ગોળી ટ્રમ્પને કાન પર વાગી હતી, પણ તેઓ બચીગયા હતા. આ તેમની હત્યાનો સુવ્યવસ્થિત પ્રયાસ જ હતો.

આ એપિસોડમાં ભૂતપૂર્વ અમેરિકન પ્રેસિડેન્ટ જ્યોર્જ વોશિંગ્ટનને મારવાનું કાવતરાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એપિસોડમાં હિરોઇન લીસાને જાણ થાય છએ કે સ્પ્રિંગફીલ્ડના સ્થાપક એક ખૂની ચાંચિયા હતા જેમણે જ્યોર્જ વોશિંગ્ટનની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો અને કહે છે કે દેશના બાકીના નાગરિકોને સત્ય જાણવું જ જોઈએ.

Back to top button