ઓપરેશન Midnight હેમરમાં ભારતીય એર સ્પેસનો ઉપયોગ થયો કે નહીં, જાણો રિયલ ફેકટ?

અમેરિકાના ‘ઓપરેશન મિડનાઈટ હેમર’ હેઠળ ઈરાનની પરમાણુ સાઈટ્સ પર હવાઈ હુમલાઓએ વૈશ્વિક ચર્ચા જગાવી છે. આ દરમિયાન, કેટલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર એવા દાવા થયા કે આ હુમલાઓમાં ભારતીયના એર સ્પેસનો ઉપયોગ થયો છે. જો કે આ ભ્રામક સમાચાર PIBએ ખુલાસો કર્યો છે કે આ સમાચાર સંપૂર્ણ પણે ખોટા છે. ભારતે આ અભિયાનમાં કોઈ ભૂમિકા ભજવી નથી, અને આવા દાવાઓનો કોઈ નક્કર પુરાવો નથી. આવા ફેક ન્યૂઝથી ભારતની નીતિ અને તટસ્થ વલણ પર ખોટી અસર પડી શકે છે.
ભ્રામક દાવાનો ખુલાસો
સોશિયલ મીડિયા પર ફેલાયેલા દાવા મુજબ, અમેરિકાના B-2 સ્ટેલ્થ બોમ્બર્સે ઈરાન પર હુમલા દરમિયાન ભારતીય હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કર્યો. આવા સમાચાર સત્તાવાર રીતે ખંડન કરવામાં આવ્યા છે. PIBના સોશિયલ મીડિયા X હેન્ડલ પરની એક પોસ્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે ઓપરેશન મિડનાઈટ હેમર દરમિયાન ભારતીય હવાઈ ક્ષેત્રનો ઉપયોગ થયો નથી. અમેરિકી સંરક્ષણ વિભાગે જણાવ્યું કે આ અભિયાનમાં મિસૌરીના વ્હાઈટમેન એરફોર્સ બેઝથી ઉડાન ભરીને સીધા ઈરાન પર હુમલો કરવામાં આવ્યો, જેમાં ડિકોય રણનીતિનો ઉપયોગ કરાયો.
ઓપરેશન મિડનાઈટ હેમરની હકીકત
અમેરિકાએ 21 જૂન, 2025ના રોજ ‘ઓપરેશન મિડનાઈટ હેમર’ હેઠળ ઈરાનની ફોર્ડો, નતાંઝ અને ઈસ્ફહાન પરમાણુ સાઈટ્સ પર હવાઈ હુમલા કર્યા. આ અભિયાનમાં 7 B-2 સ્ટેલ્થ બોમ્બર્સ, 14 બંકર-બસ્ટર બોમ્બ અને 30થી વધુ ટોમહોક મિસાઈલોનો ઉપયોગ થયો. અમેરિકી જનરલ ડેન કેને જણાવ્યું કે આ મિશન 18 કલાકનું હતું અને તેમાં ભારતીય હવાઈ ક્ષેત્રનો કોઈ ઉપયોગ થયો નથી. ડિકોય રણનીતિ હેઠળ કેટલાક વિમાનો પેસિફિક તરફ મોકલાયા હતા, જેથી ઈરાન ભ્રમમાં રહે.
ફેક ન્યૂઝની અસર
આવા ભ્રામક સમાચાર ફેલાવવાથી ભારતની વિદેશ નીતિ અને તેની તટસ્થ ભૂમિકા પર ખોટી અસર પડી શકે. ભારતે હંમેશાં પશ્ચિમ એશિયામાં તણાવ ઘટાડવા માટે શાંતિપૂર્ણ વાટાઘાટોનું સમર્થન કર્યું છે. આવા ખોટા દાવાઓથી દેશની છબીને નુકસાન થઈ શકે છે અને વૈશ્વિક સ્તરે ગેરસમજ ઊભી થઈ શકે છે. ચાહકો અને નાગરિકોને અધિકૃત સ્ત્રોતોમાંથી જ માહિતી લેવાની સલાહ આપવામાં આવે છે.
આ પણ વાંચો…અમેરિકાની યુદ્ધમાં એન્ટ્રી બાદ શું હવે રશિયા પણ યુદ્ધમાં ઝંપલાવશે?