ફિલ્ડ માર્શલ અસીમ મુનીરની બઢતી બાદ પાકિસ્તાની સેનાના સૂર બદલાયા, ભારતને યુદ્ધની ધમકી

ઇસ્લામાબાદ: જમ્મુ કાશ્મીરના પહલગામના હુમલા બાદ ભારતે પાકિસ્તાનને આતંકી પ્રવૃતિઓને પોષવા બદલ જડબાતોડ જવાબ આપતા ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું હતું. આ દરમિયાન ભારતે પાકિસ્તાન અને પીઓકેની અંદરના આતંકી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા.
ત્યારબાદ પાકિસ્તાને કરેલા ડ્રોન-મિસાઇલ હુમલા બાદ ભારતે પાકિસ્તાનને આકરો જવાબ આપ્યો હતો. જો કે હજુ પણ પાકિસ્તાન તેની નાપાક હરકતથી ઊંચું નથી આવી રહ્યું. સેના પ્રમુખ જનરલ અસીમ મુનીરને બઢતી આપીને ફિલ્ડ માર્શલનું પદ સોંપાયા બાદ પાકિસ્તાની સેનાએ ભારતને ધમકી આપી છે.
આપણ વાંચો: WHOના મંચ પરથી ભારતે પાકિસ્તાનને ફટકાર લગાવી, આતંકવાદ મુદ્દે આપ્યો જડબાતોડ જવાબ
જરૂર પડ્યે ભારત સાથે યુદ્ધ શક્ય
મળતી વિગતો અનુસાર પાકિસ્તાને તેના સેના પ્રમુખ જનરલ અસીમ મુનીરને ફિલ્ડ માર્શલના પદ પર બઢતી આપી છે. પાકિસ્તાનમાં આ પદને સર્વોચ્ચ લશ્કરી પદ માનવામાં આવે છે. આ પ્રમોશન સાથે, અસીમ મુનીર પાકિસ્તાની ઇતિહાસમાં ફિલ્ડ માર્શલનું પદ મેળવનાર બીજા લશ્કરી અધિકારી બન્યા છે.
તેમના પ્રમોશન બાદ પાકિસ્તાની સેનાએ ફરી એકવાર ભારતને ધમકી આપતા જણાવ્યું છે કે, ભારત આગ સાથે રમી રહ્યું છે અને જરૂર પડ્યે ભારત સાથે યુદ્ધ શક્ય છે. પાકિસ્તાનના DGISPRએ તો ત્યાં સુધી કહ્યું કે, જરૂર પડ્યે યુદ્ધ સંભવ છે અને ભારત સાથે યુદ્ધ માટે અમે હંમેશા તૈયાર છીએ..
આપણ વાંચો: તસવીરની આરપાર: ભારતે પાકિસ્તાનને જેવો જડબાતોડ જવાબ આપ્યો, એવું નાટક ‘જાણતા રાજા’ મોરબીમાં ભજવાય છે
પાકિસ્તાનના બીજા ફિલ્ડ માર્શલ
અસીમ મુનીરના ખભા પર એક વધુ સ્ટાર લાગ્યો છે. પાકિસ્તાન સરકારે અસીમ મનીરને આર્મી જનરલમાંથી પ્રમોશન આપીને ફિલ્ડ માર્શલ બનાવ્યા છે. આ અગાઉ અયુબ ખાનને ફીલ્ડ માર્શલ બનાવવામાં આવ્યા હતા. ફિલ્ડ માર્શલ બન્યા પછી અસીમ મુનીરની વરદી પર અયુબ ખાનના માફક હવે ફાઈવ સ્ટાર લગાવવામાં આવશે.
પાકિસ્તાનની સેનામાં ફિલ્ડ માર્શલનું પદ મોટું હોય છે. પાકિસ્તાનમાં આ અગાઉ અયુબ ખાનને ફિલ્ડ માર્સલ બનાવ્યા હતા, પરંતુ હવે પાકિસ્તાનના બીજા ફિલ્ડ માર્શલ હશે. ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની સેનાને ભારતીય સેનાએ સૌથી મોટો પાઠ ભણાવ્યો હતો.
આપણ વાંચો: ભારતે પાકિસ્તાનના પરમાણુ ઠેકાણા કિરાના હિલ્સનો કર્યો સફાયો, જાણો જવાબ?
પાકિસ્તાનમાં વિરોધ
અસીમ મુનીરને ફિલ્ડ માર્શલ બનાવવાનો આ મોટો નિર્ણય બીજા કોઈએ નહીં પણ શાહબાઝ સરકારના મંત્રીમંડળે લીધો છે. મુનીરના પ્રમોશનનો પાકિસ્તાનમાં વિરોધ થઈ રહ્યો છે. ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈ આનો સખત વિરોધ કરી રહી છે.
પાર્ટી સમર્થકોનું કહેવું છે કે મુનીરના ફિલ્ડ માર્શલ બનવાથી ઇમરાન ખાન ક્યારેય જેલમાંથી બહાર આવી શકશે નહીં. પાકિસ્તાનમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આર્મી પોસ્ટ છોડવું ન પડે તે માટે મુનીરે ફિલ્ડ માર્શલ કાર્ડ રમ્યું છે કારણ કે ફિલ્ડ માર્શલ ક્યારેય નિવૃત્ત થતા નથી.