વેપાર કરારના નામે યુદ્ધ અટકાવ્યુ, ભારત-પાકિસ્તાન સંઘર્ષ પર ટ્રમ્પનો નવો દાવો | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

વેપાર કરારના નામે યુદ્ધ અટકાવ્યુ, ભારત-પાકિસ્તાન સંઘર્ષ પર ટ્રમ્પનો નવો દાવો

વોશિંગ્ટન: ભારત અને પાકિસ્તાન વચ્ચે થોડ સમય પહેલા આતંકવાદિ હુમલાથી તણાવ ઊભો થયો હતો. બંને દેશ વચ્ચે લશ્કરી કાર્યવાહી પણ થઈ જેમાં પાકિસ્તાનમાં વધુ નુકસાન થયા હોવાના અહેવાલ સામે આવ્યા હતા. આ વચ્ચે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશ વચ્ચે મધ્યસ્થી કરવી લશ્કરી કાર્યવાહી બંધ કરાવ્યા હોવાનો દાવો કર્યો હતો. જો કે તેના પછી એવું સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે તેને મધ્યસ્થા કરાવી નથી. ત્યારે ફરી એક વખત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમના હસ્તક્ષેપથી ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તાજેતરનો તણાવ ઘટ્યો હતો.

ટ્રમ્પે જણાવ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ‘નવા પ્રકારની જંગ’ જેવો હતો, જેમાં લગભગ પાંચ લડાકુ વિમાનો ખરડાયા. તેમણે દાવો કર્યો કે બંને પરમાણુ હથિયારો ધરાવતા દેશો હોવા છતા, તેમના હસ્તક્ષેપથી યુદ્ધ ટળ્યુ હતું. ટ્રમ્પે એમ પણ કહ્યું કે તેમણે વેપાર સમજૂતીનો ઉપયોગ કરીને બંને દેશોને શાંત કર્યા, ધમકી આપી કે હથિયારોનો ઉપયોગ ચાલુ રહેશે તો કોઈ વેપાર સમજૂતી નહીં થાય.

ઉલ્લેખનીય છે કે, લશ્કરી કાર્યવાહી બાદ ભારતના એર માર્શલ એ.કે.ભારતીએ 10 મેના યુદ્ધવિરામ બાદ જણાવ્યું હતુ કે ભારતે પાકિસ્તાનના કેટલાક ‘હાઈ-ટેક’ લડાકુ વિમાનો ખરડ્યા, પરંતુ સંખ્યા જાહેર કરવામાં આવી ન હતી. જો કે પાકિસ્તાને આ દાવો નકારી કાઢ્યો અને કહ્યું કે તેના એક વિમાન થોડું નુકસાન થયું છે, વધુમાં તેને ઉમેર્યું કે ભારતના રાફેલ સહિત છ વિમાનો ખરડાયા છે.

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાને પાકિસ્તાનના દાવાને નકારી કાઢ્યો. તેમણે સ્વીકાર્યું કે સંઘર્ષની શરૂઆતમાં કેટલાક વિમાનો ખરડાયા પણ સંખ્યા જાહેર કરવામાં આવી ન હતી. તેમણે કહ્યું, “વિમાન ખરડાયું તેના કરતાં તે કેવી રીતે ખરડાયું તે વધુ મહત્વનું છે. અમે અમારી ભૂલો સુધારી અને પાકિસ્તાનને કડક જવાબ આપ્યો.”

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button