Elon Muskની આ ભૂલો લઈ ડૂબશે Xને? મોટી મોટી બ્રાન્ડ્સે ફેરવી પીઠ…
વોશિંગ્ટન: સોશિયલ મીડિયા પ્લેટફ્રોમ એક્સ (ભુતપૂર્વ ટ્વિટર) કરોડ પતિ એલન મસ્કે ખરીદ્યા બાદ ટ્વિટરના અનેક નિયમોમાં ફરફર કરવામાં આવ્યો હતો. નિયમોમાં ફરબદલથી આ કંપની અનેક વિવાદોમાં ઘેરાઈ છે. એલન મસ્ક કંપનીના માલિક બન્યા બાદ આ એપના અમુક ફીચર્સ વાપરવા માટે સબ્સ્ક્રિપ્શનને ફરજિયાત કરવામાં આવ્યું હતું.
એલન મસ્કે દાવો કર્યો હતો કે તે આ પ્લેટફોર્મને વધુ લોકતાંત્રિક બનાવવા માંગે છે. પણ ટ્વિટરની આવક અને એડ રેવન્યુમાં ખુબજ ઘટાડો થતાં માસ્કની આ યોજના કંપની માટે નિષ્ફળ સાબિત થઈ રહી હોવાનું જણાઈ રહ્યું છે. જો આવકમાં આવી જ રીતે ઘટાડો થતાં એક્સ પ્લેટફોર્મ બંધ થઈ જશે એવા પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવી રહ્યા છે. મસ્ક દ્વારા લાદવામાં આવેલા આ નિયમો અને બદલાવ વગર કોઈ માર્કેટ સ્ટ્રેટજી કે પ્લાનિંગ સિવાય કરવામાં આવવાથી તે નિષ્ફળ ગયા હોવાનું નિષ્ણાંતોનું માનવું છે. મસ્કે એક્સના સબ્સ્ક્રિપ્શન રેટને દરેક દેશો માટે સમાન રાખ્યા છે. જેથી આ એપના એક્ટિવ યુઝર્સની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે.
જ્યાં એલન મસ્કનું ટ્વિટરને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે જેમાં દુનિયાની મોટી જાણીતી કંપનીઓએ પણ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને આપવામાં આવતી એડ રેવન્યુને પણ અટકાવી દીધું છે. મસ્ક દ્વારા એપના નિયમોમાં સતત બદલાવ કરવામાં આવતા માર્કેટમાં અસ્થિરતા નિર્માણ થઈ છે.
એક્સ પર આવેલા આ સંકટને લઈને મસ્કે કહ્યું કે હવેથી આ એપ પર જાહેરાતો પર પ્રદર્શિત કરવામાં આવશે જેથી આવક મળી રહે. દુનિયાના મોટા બ્રાન્ડ દ્વારા પોતાની મુજબ ટ્વિટ કરવા પર દબાણ આપવામાં આવી રહ્યો છે. આ એક પ્રકારની બ્લેકમેલિંગ છે અને લોકશાહીની વિરુદ્ધ છે. એલન મસ્કની આ વાત પર કંપનીએ પણ પોતાની વાત રજૂ કરી છે. તેમણે કહ્યું કે કંપની પોતાના ગ્રાહકો સુધી પહોચવા એક્સ સિવાયના બીજા સોશિયલ મીડિયા માધ્યમોની શોધ કરી રહી છે.