ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

પુતિન-કિમ જોંગની મુલાકાતે કરી અમેરિકાની ઊંઘ હરામ, રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચેની નવી ડીલથી ડરી દુનિયા

અમેરિકાના બે દુશ્મન દેશો ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની એક જાહેરાતે અમેરિકાની ઊંઘ હરામ કરી દીધી છે. પુતિનની ચીન મુલાકાત દરમિયાન રશિયા-ચીન તેમની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે સંમત થયા છે. ચીન અને રશિયા વચ્ચેની સમજૂતી ભાગીદારીના ‘નવા યુગ’નું વચન આપે છે જે અમેરિકાના તણાવને વધારશે એ નક્કી જ છે.

ઉ. કોરિયાની મુલાકાતે આવેલા પુતિને કિમ જોંગને એક લક્ઝરી કાર ભેટમાં આપી છે. આ લક્ઝરી કાર ઓરસ સેનેટ છે, જે લક્ઝરી લિમોઝીન છે અને તેને રશિયન રોલ્સ રોયસ માનવામાં આવે છે. કિમને પુતિન તરફથી ભેટમાં મળેલી આ કાર કાળો રંગની છે અને સંપૂર્ણપણે બખ્તરવાળી છે.

24 વર્ષમાં પ્રથમ વખત ઉત્તર કોરિયાની મુલાકાતે આવેલા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કિમ જોંગ ઉનને ભેટ આપવા ઉપરાંત તેમની સાથે ઐતિહાસિક સમજૂતી કરી છે. આ કરાર હેઠળ બંને દેશો યુદ્ધની સ્થિતિમાં એકબીજાને સૈન્ય મદદ કરશે. રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચે એક સૈન્ય સમજૂતી કરવામાં આવી છે જેના હેઠળ જો બેમાંથી કોઈ એક દેશ પર હુમલો થાય છે તો બીજો દેશ કોઈપણ વિલંબ કર્યા વિના તરત જ તે દેશને સૈન્ય સહાય પૂરી પાડશે. ઉત્તર કોરિયા અને રશિયા વચ્ચેની આ નવી ડીલથી અમેરિકા સહિત સમગ્ર વિશ્વની ચિંતા વધી ગઈ છે.

Read more: Las Vegas માં ફરી જોવા મળ્યો કાચ જેવો ચમકતો રહસ્યમય Monolith

જો કે, આ સમજૂતીને લઈને હજુ સુધી એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે જો રશિયા કે ઉત્તર કોરિયા પર હુમલો થશે તો બંને દેશો એકબીજાને કેવા પ્રકારની મદદ કરશે, શું બંને દેશો એકબીજાના યુદ્ધમાં લડવા માટે પોતાની સેના મોકલશે કે કેમ. અથવા આ મદદ માત્ર શસ્ત્રો અને લશ્કરી સામગ્રીની ડિલિવરી સુધી મર્યાદિત રહેશે? આ સિવાય જો યુક્રેનમાં ચાલી રહેલું યુદ્ધ વધશે તો શું ઉત્તર કોરિયા આમાં પણ પોતાની ભૂમિકા વધારશે?

પુતિને આ સમજૂતિને બંને દેશો વચ્ચેના સંબંધમાં વધુ સારા પરિવર્તનની દિશામાં એક પગલું ગણાવ્યું હતું. ઉ. કોરિયાએ પણ યુક્રેન સામેના યુદ્ધમાં સંપૂર્ણ સમર્થન અને સહયોગ આપવાનું વચન આપ્યું છે. રશિયા અને ઉ. કોરિયા વચ્ચે આ કરાર એવા સમયે થયો છએ, જ્યારે અમેરિકા અને તેના સાથી દેશોએ યુક્રેન યુદ્ધમાં ઉ. કોરિયા દ્વારા રશિયાને હથિયાર અને દારૂગોળો પૂરો પાડવા સામે ચિંતા વ્યક્ત કરી છે. રશિયાની મદદથી ઉ. કોરિયા તેના પરમાણુ હથિયાર અને મિસાઇલ કાર્યક્રમને ઝડપથી આગળ વધારી શકે છે, જેનાથી દુનિયા પરના જોખમમાં વધારો થયો છે. રશિયા અને ઉ. કોરિયાએ શસ્ત્રોનો વેપાર તો નકારી કાઢ્યો છે, પરંતુ બંને દેશો સૈન્ય સહયોગ મજબૂત કરવાની હિમાયત કરી રહ્યા છે.

ઉત્તર કોરિયા અને ભૂતપૂર્વ સોવિયેત સંઘે 1961 માં એક સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા જેમાં ઉત્તર કોરિયા પર હુમલો કરવામાં આવે તો મોસ્કોએ લશ્કરી હુમલો કરે એમ નક્કી કરવામાં આવ્યું હતું, પણ યુએસએસઆરના પતન પછી આ કરાર રદ કરવામાં આવ્યો હતો અને વર્ષ 2000 માં એક નવા કરારે તેનું સ્થાન લીધું હતું. આ કરારમાં, સુરક્ષા સહાય અગાઉના કરારની તુલનામાં નબળી પડી હતી.

Read more: હજ યાત્રીઓ પર ગરમીનો કહર જારી, 90 ભારતીય સહિત 900 લોકોએ ગુમાવ્યા જાન

ઉ. કોરિયાના તાના શાહ કિ જોંગઉનના વધતા જતા મિસાઇલ પરિક્ષણો અને અમેરિકા, દ. કોરિયા, જાપાનના સંયુક્ત સૈન્ય અભ્યાસને કારણે કોરિયન દ્વીપકલ્પમાં તણાવ સતત વધી રહ્યો છે. ઉ. કોરિયા અને દ. કોરિયા વચ્ચે વિવિધ મોરચેતણાવ ચાલુ છે. તાજેતરમાં જ ઉ. કોરિયાએ બલૂન દ્વારા દ. કોરિયામાં ટનબંધ કચરો ફેંક્યો હતો, જેના જવાબમાં દ. કોરિયાએ લાઉડ સ્પીકર દ્વારા ઉ. કોરિયા વિરોધી પ્રચાર કર્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો