ઇન્ટરનેશનલસ્પેશિયલ ફિચર્સ

સસ્તામાં વિદેશ ફરવા જવું છે? તો આ વિઝા ફ્રી દેશોમાં જાવ….

આજે અમે તમને એશિયાના કેટલાક દેશો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં જવા માટે ભારતીયોએ અગાઉથી વિઝા માટે અરજી કરવાની જરૂર નથી. ભારતીયો થોડા સમય માટે આ દેશોમાં વિઝા ફ્રીમાં મુસાફરી કરી શકે છે.

જો તમે ફરવાના શોખીન છો અને વિદેશ પ્રવાસનું આયોજન કરી રહ્યા છો, તો એવા ઘણા દેશો છે જ્યાં જવા માટે ભારતીયોએ અગાઉથી વિઝા માટે અરજી કરવાની જરૂર નથી. આ વિઝા-મુક્ત સુવિધાને કારણે, ભારતીયોને આ દેશોની મુલાકાત લેવા માટે વિઝા માટે અરજી કરવાની ઝંઝટમાંથી પસાર થવાની જરૂર નથી. દુનિયાભરમાં એવા ઘણા દેશો છે જ્યાં ભારતીયોને અગાઉથી વિઝા માટે અરજી કરવાની જરૂર નથી, પરંતુ આજે અમે તમને કેટલાક એશિયન દેશો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં તમારે અગાઉથી વિઝા માટે અરજી કરવાની જરૂર નથી. ચાલો જાણીએ આ દેશો વિશે

નેપાળઃ– નેપાળ ખૂબ જ સુંદર, હરિયાળો અને સાંસ્કૃતિક દેશ છે. દુનિયાભરમાંથી લોકો આ દેશની મુલાકાતે આવે છે. ભારતીયોને આ દેશમાં જવા માટે કોઈ વિઝાની જરૂર નથી.

ભૂતાનઃ- હિમાલયમાં આવેલો ઠંડો દેશ ભૂતાન એક એવો દેશ છે જે મુલાકાત લેવા માટે ભારતીયોની પ્રથમ પસંદગી છે. આ દેશ જંગલો અને મંદિરોથી ઘેરાયેલો છે. તેથી જો તમે ભારતીય છો અને ભૂતાનની મુલાકાત લેવા જઈ રહ્યા છો તો તમે 14 દિવસ સુધી વિઝા વગર અહીં રહી શકો છો.

થાઈલેન્ડઃ- દુનિયાભરના દેશોના લોકો થાઈલેન્ડની મુલાકાત લેવાનું પસંદ કરે છે. આ દેશ તેના દરિયાકિનારા, સંસ્કૃતિ અને સ્વાદિષ્ટ ખોરાક માટે જાણીતો છે. જો તમે થાઈલેન્ડમાં ફરવા જાઓ છો, તો તમે 30 દિવસ સુધી વિઝા વિના મુસાફરી કરી શકો છો.



મોરેશિયસઃ- મોરેશિયસ હિંદ મહાસાગરમાં એક ટાપુ દેશ છે જે તેના ખડકો, દરિયાકિનારા (બિચ) અને તળાવો માટે પ્રખ્યાત છે. ભારતીયો રજાઓ ગાળવા મોરેશિયસ જઈ શકે છે. ભારતીયો આ દેશમાં 90 દિવસ સુધી વિઝા વગર ફરે છે.

મલેશિયાઃ- આ દેશમાં તમને ઘણા સુંદર બીચ જોવા મળશે. ભારતીયો આ દેશમાં 30 દિવસ સુધી વિઝા વિના ફરી શકે છે.

મકાઉઃ- ભારતીયો માટે મકાઉની મુલાકાત લેવી એકદમ સરળ છે ભારતીય પ્રવાસીઓ 30 દિવસ માટે વિઝા વિના આ દેશની મુલાકાત લઈ શકે છે.

કતારઃ- આ દેશ ભારતીયોનું ખુલ્લા દિલથી સ્વાગત કરે છે. તમે આ દેશમાં વિઝા વિના પ્રવાસ કરી શકો છઓ અને આનંદ માણી શકો છો. ભારતીયો આ દેશમાં 30 દિવસ સુધી વિઝા વિના ફરી શકે છે. પરંતુ આ દેશની મુલાકાત લેતા સમયે તમારે કેટલાક નિયમો ધ્યાનમાં રાખવા પડશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button