અમેરિકાના આ શહેરમાં બે જૂથ વચ્ચે હિંસાઃ બેનાં મોત, 18 ઘાયલ
ટેમ્પાઃ ફ્લોરિડામાં બે જૂથ વચ્ચેની લડાઇ ઘાતક બનતા ગોળીબારની ઘટનામાં બે લોકોના મોત અને ૧૮ લોકો ઘાયલ થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ટામ્પાના પોલીસ વડા લી બર્કાવે ઘટનાસ્થળે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, યેબોર સિટી વિસ્તારમાં ટેમ્પામાં થયેલા ગોળીબારની સવારે ૩ વાગ્યા પહેલા અધિકારીઓએ પ્રતિક્રિયા આપી હતી. આ લડાઇ બાર અને ક્લબ વિસ્તારમાં થઇ હતી. મોડી રાત્રિના બનાવ વખતે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા.
આ ઝઘડામાં સામેલ લોકો ગોળીબાર પહેલા કોઇપણ બારની અંદર ગયા હતા કે કેમ તેની પોલીસને ખાતરી નથી. બે જૂથો વચ્ચેની આ લડાઇ દરમિયાન વિસ્તારમાં અનેક નિર્દોષ લોકો હાજર હતા, તેમ બર્કાવે જણાવ્યું હતું. જો કે ઘટનામાં ઘાયલ થયેલા લોકો વિષે કોઇપણ જાતની વિગતો જાહેર કરી નથી.
ગોળીબારની ઘટનામાં ઓછામાં ઓછા બે શૂટર્સ સામેલ હોવાનું પોલીસનું અનુમાન છે. પોલીસ હજુ પણ બે જૂથો વચ્ચેની લડાઇના કારણની તપાસ કરી રહી છે. ગોળીબારના સમયે અધિકારીઓ ઘટનાસ્થળે હતા, પરંતુ કોઇને ઇજા થઇ ન હતી, તેમ બર્કાવે જણાવ્યું હતું.