8.8ની તીવ્રતાના ભૂકંપથી હોસ્પિટલ ધ્રુજી પણ ડૉક્ટરો ન ડગ્યા; સર્જરી ચાલુ રાખી, જુઓ વીડિયો

મોસ્કો: આજે બુધવારે વહેલી સવારે રશિયાના પૂર્વીય વિસ્તાર કામચટકાની ધરતી 8.8ની તીવ્રતાના ભૂકંપને કારણે ધણધણી ઉઠી (Earthquake in Kamchatka, Russia) હતી. આ ભૂકંપને કારણે વિસ્તારની ઇમારતોને ભારે નુકશાન પહોંચ્યું છે, જો કે જાનમાલના નુકશાનના હજુ કોઈ અહેવાલ નથી. એવામાં કામચાટકા પ્રદેશની એક હોસ્પિટલનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જોરદાર ભૂકંપને કારણે હોસ્પિટલની ઇમારત ધ્રુજી રહી હોવા છતાં દર્દીનું ઓપરેશન કરી રહેલા ડોક્ટર્સ તેમની ફરજને વળગી રહ્યા હતાં, આ વિડીયો પર યુઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
રશિયાના સરકારી ન્યુઝ નેટવર્ક, RT એ કામચટકામાં આવેલી એક હોસ્પિટલનો એક વીડિયો શેર કર્યો છે. વિડીયોમાં જોવા મળે છે કે હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં ડોકટરો એક સર્જરી કરી રહ્યા છે, અને અચાનક ભૂકંપને કારને બધું હલવા લાગે છે, પરંતુ ડોક્ટરો શાંત રહે છે. વિડીયોમાં જોવા મળે છે કે ભૂકંપ આવતા પોતાનો જીવ બચાવવા માટે ભાગવાને બદલે ડોક્ટરો ઓપરેશન બેડને પકડી રાખે છે, જેથી દર્દીને કોઈ નુકશાન ન પહોંચે. ભૂકંપ શાંત થતા ડોક્ટર્સ સર્જરી ચાલુ રાખે છે.
આ પણ વાંચો: કામચટકાથી કચ્છ સુધી: દુનિયાના સૌથી વિનાશક ભૂકંપો અને તેની ભયાનક તવારીખો જાણો…
ભૂકંપના જોરદાર આંચકા વચ્ચે ડોકટરો એ શાંતિ, હિંમત અને સંયમ સાથે કામ કર્યું, તેની ખૂબ પ્રશંસા થઈ રહી છે. અહેવાલ મુજબ સર્જરી સફળ રહી છે અને દર્દીની હાલત સ્થિર છે.
આ વિડીયો પર એક યુઝરે કમેન્ટ કરી, “જારા કલ્પના કરો કે તેમે સર્જરી બાદ જાગો છો અને જાણવા માળે છે કે ઇતિહાસના છઠ્ઠા સૌથી મોટા ભૂકંપ દરમિયાન તમે બેભાન હતા.” એક યુઝરે કટાક્ષ કરતા લખ્યું, “હવાઈના ગવર્નરનું આવું જ હતું.”