ટ્રમ્પે શાંતિ પ્રસ્તાવ સ્વીકારવા હમાસને આટલા દિવસનો સમય આપ્યો; આપી આવી ચેતવણી…

વોશિંગ્ટન ડીસી: છેલ્લા બે વર્ષથી ઇઝરાયલ ગાઝામાં પેલેસ્ટિનિયન નાગરિકોનો નરસંહાર કરી રહ્યું છે, હજુ સુધી 68,000થી વધુ પેલેસ્ટિનિયન નાગરિકોના મોત નીપજ્યા છે, જ્યારે હકીકતે આ આંકડાઓ 6 લાખને વટાવી શકે છે, જેમાં અડધા મૃતકો બાળકો અને મહિલાઓ છે.
એવામાં ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહુ સાથે વાતચિત બાદ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝાના અંત માટે 20-મુદ્દાનો શાંતિ પ્રસ્તાવ રજુ કર્યો હતો, જેના એક દિવસ બાદ ટ્રમ્પે પેલેસ્ટિનિયન સશસ્ત્ર સંગઠન હમાસને અલ્ટીમેટમ આપ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને તેમનો પ્રસ્તાવ સ્વીકારવા 3-4 દિવસનો સમય આપ્યો છે, જો હમાસ આ સમય પહેલા પ્રસ્તાવ નહીં સ્વીકારે તો ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવા ચેતવણી આપી છે.
….નહીં તો ખૂબ જ દુઃખદ અંત આવશે:
વ્હાઇટ હાઉસની બહાર પત્રકારો સાથે વાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “બધા આરબ દેશો સહમત છે, બધા મુસ્લિમ દેશો સહમત છે, ઇઝરાયલ સહમત છે. અમે ફક્ત હમાસની રાહ જોઈ રહ્યા છીએ. હમાસ કાં તો પ્રતાવ સ્વીકારે, નહીં તો ખૂબ જ દુઃખદ અંત આવશે. હમાસ પાસે પ્રસ્તાવનો જવાબ આપવા માટે 3-4 દિવસનો સમય છે. જો એવું નહીં થાય તો ઇઝરાયલને જે કરવાની જરૂર છે તે કરશે.”
હમાસ વિચાર કરી રહ્યું છે:
મંગળવારે હમાસે જણાવ્યું હતું કે ગાઝા માટે ડોનાલ્ડ ટ્રમ્પે રજુ કરેલા શાંતિ પ્રસ્તાવ અંગે જૂથની અંદર અને અન્ય પેલેસ્ટિનિયન જૂથો સાથે ચર્ચા કરવામ આવશે, ત્યાર બાદ સત્તાવાર પ્રતિભાવ આપવામાં આવશે.
નેતન્યાહૂએ આ વાત ના સ્વીકારી:
ડોનાલ્ડ ટ્રમ્પે રજુ કરેલા શાંતિ પ્રસ્તાવમાં હમાસને શરણાગતિ સ્વીકારવા અને હથીયાઓ હેઠા મુકવા માટે કહેવામાં આવ્યું છે, જેના બદલમાં ગાઝામાં પેલેસ્ટિનિયનો માટે માનવતાવાદી સહાય મોકલવામાં આવશે અને ગાઝામાં પુનર્નિર્માણનું કાર્ય શરુ કરવામાં આવશે.
ટ્રમ્પના પ્રસ્તાવમાં પેલેસ્ટિનિયન રાષ્ટ્રના નિર્માણ માટે પણ જોગવાઈ છે, પરંતુ ઇઝરાયલી વડા પ્રધાન નેતન્યાહૂએ આ વાત સાથે સહમત નથી. તેમણે કહ્યું કે ઇઝરાયલ પેલેસ્ટાઇન રાષ્ટ્રના નિર્માણને મંજૂરી આપશે નહીં.
આ પણ વાંચો…કતાર પર મિસાઈલ હુમલા બદલ નેતન્યાહૂએ માફી માંગી! જાણો વ્હાઇટ હાઉસમાં શું થયું…