ઇન્ટરનેશનલ

“ગદ્દાર કોણ છે તે ઇતિહાસ કહેશે” – માદુરોના પુત્રએ ઓડિયો મેસેજ જારી કરીને અમેરિકાને આપ્યો સણસણતો જવાબ…

કારકાસઃ દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં અમેરિકી સૈન્યની ઓચિંતી કાર્યવાહીએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીને અમેરિકી સૈન્ય દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા બાદ સ્થિતિ વધુ તણાવપૂર્ણ બની છે.

આ મોટા ઘટનાક્રમ વચ્ચે માદુરોના પુત્રનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે, જેમાં તેણે અમેરિકાની આ કાર્યવાહીને સાર્વભૌમત્વ પર હુમલો ગણાવી આકરા પ્રહાર કર્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ ઘટનાને ગંભીર લશ્કરી આક્રમણ તરીકે જોવામાં આવી રહ્યું છે.

આપણ વાચો: અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે વેનેઝુએલાના રાષ્ટ્રપતિને દેશ છોડવા આપ્યું અલ્ટીમેટમ, કહ્યું ગમે ત્યારે કરી શકે છે હુમલો

મીડિયા અહેવાલ મુજબ, માદુરોના પુત્ર નિકોલસ માદુરો ગુએરાએ એક ઓડિયો સંદેશ જાહેર કરીને પોતાના પિતાની તાત્કાલિક મુક્તિની માંગ કરી છે. તેણે અત્યંત ભાવુક અને આક્રમક અંદાજમાં કહ્યું કે ગદ્દાર કોણ હતું તે તો આવનારો ઇતિહાસ જ કહેશે.

ગુએરાએ વધુમાં ઉમેર્યું કે તેઓ આ અન્યાય સામે રસ્તા પર ઉતરીને લડત આપશે અને દેશના ધ્વજને ક્યારેય નીચે નહીં નમવા દે. તેણે આ સંઘર્ષ માટે પોતાની માતા અને જીવનના સોગંધ પણ લીધા છે.

અમેરિકાએ માત્ર રાષ્ટ્રપતિ માદુરો જ નહીં પરંતુ તેમના 35 વર્ષીય પુત્ર ગુએરા પર પણ ડ્રગ તસ્કરીના ગંભીર આરોપો મૂક્યા છે. અમેરિકી ચાર્જશીટમાં ગુએરાને ‘પ્રિન્સ’ તરીકે સંબોધવામાં આવ્યો છે.

આપણ વાચો: “જો વાત નહીં માનો તો માદુરો કરતા પણ ખરાબ હાલત થશે”, વેનેઝુએલાના નવા રાષ્ટ્રપતિને ટ્રમ્પની ચેતવણી

આરોપ છે કે માદુરો પરિવારે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને કોકેઈન જેવા નશીલા પદાર્થોની હેરાફેરીમાં મદદ કરી છે અને તેમાંથી અઢળક સંપત્તિ એકઠી કરી છે. આ ષડયંત્રમાં હોન્ડુરાસ અને મેક્સિકો જેવા દેશોના નાર્કો-આતંકવાદી જૂથો સાથે તેમની ભાગીદારી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

21 જૂન 1990ના જન્મેલા ગુએરા વેનેઝુએલાની યુનાઈટેડ સોશિયલિસ્ટ પાર્ટીના સક્રિય સભ્ય છે. નાની ઉંમરે રાજકારણમાં પ્રવેશનાર ગુએરાને તેમના પિતાએ 2013માં વિશેષ નિરીક્ષણ જવાબદારીઓ સોંપી હતી. તે નેશનલ ફિલ્મ સ્કૂલના વડા હોવાની સાથે વેનેઝુએલાની નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી પણ છે. રાજકારણ ઉપરાંત તે સંગીતકાર તરીકે પણ જાણીતો છે. તેણે અમેરિકાની આ કાર્યવાહીને યુએન ચાર્ટરનું ઉલ્લંઘન ગણાવીને આંતરરાષ્ટ્રીય સ્તરે વિરોધ નોંધાવ્યો છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button