વેનેઝુએલામાં મોટી વિમાન દુર્ઘટના: ટેકઓફ થતાં જ પ્લેન ક્રેશ, 2ના મોત, 2 ગંભીર…

વેનેઝુએલાના તાચિરા વિસ્તારમાં બુધવારે એક નાનું વિમાન દુર્ઘટના ગ્રસ્ત થયું હતું. વિમાન ટેક ઓફ કરતાની સાથે ક્રેશ થયું હતું. જે બાદ તેમાં આગ લાગી ગઈ હતી. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે. જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ દુર્ઘટનાનો વીડિયો હાલ સોશિય મીડિયા પર ફરી રહ્યો છે. જેમાં પ્લેન ઉડતાની સાથે આગની લપેટમાં લેવાય જતું જોવા મળી રહ્યું છે.
મળતી માહિતી પ્રમાણે પાઇપર શાયેન I વિમાન ટેકઓફ પછી ઊંચાઈ મેળવવા સંઘર્ષ કરતું જોવા મળે છે. અચાનક તે એક બાજુ નમી પડે છે, પાંખ જમીનને ટક્કરાય છે અને વિસ્ફોટ સાથે આગ લપલપાઈ ઊઠે છે. જ્યારે નજીકના વિસ્તારોમાં અફરા તફરીનો માહોલ સર્જાઈ જાઈ છે.
પ્રાથમિક તપાસ પ્રમાણે હાલ મૃતકોની ઓળખ ટોની બોર્ટો અને જુઆન માલ્ડોનાડો તરીકે થઈ છે. જ્યારે બચેલા બે મુસાફરીઓની હાલત ગંભીર છે. આ ઘટના ટેકઓફ વખતે ટાયર ફાટવાનું બની હતી, જેનાથી પાઇલટે પ્લેન પર નિયંત્રણ ગુમાવ્યું હતું.
આ ટ્વીન-એન્જિન વિમાન તેની મજબૂતી અને સુરક્ષા માટે જાણીતું છે, જે સરકારી કામગીરીમાં વપરાય છે. ઉડ્ડયન અધિકારીઓ યાંત્રિક ખામી અને જાળવણીની તપાસ કરી રહ્યા છે. તાજેતરમાં સપ્ટેમ્બરમાં કારાકાસ પાસે લિયરજેટ ક્રેશ થયું હતું. આ વારંવારની ઘટનાઓએ દેશમાં ઉડ્ડયન સુરક્ષા પર સવાલો ઉભા કર્યા છે.