કેનેડામાં ચૂંટણી પૂર્વે વાનકુવરમાં કારચાલકે અનેકને કચડ્યાંઃ નવનાં મોત

વાનકુવર: કેનેડાના વાનકુવરમાં શનિવારે ફિલિપિનો સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન એક ભયાનક ઘટના બની ઘટી હતી. પુરપાટ વેગે દોડતી એક SUV કાર ભીડમાં ઘુસી ગઈ હતી અને સંખ્યાબંધ લોકોને કચડ્યા (Vancouver Car rampage) હતાં. આ ઘટનામાં સંખ્યાબંધ લોકો ઘાયલ થયા છે. તંત્રએ મૃતકોની સંખ્યા જાહેર કરી નથી, પરંતુ અહેવાલ મુજબ 9 લોકોના મોત નીપજ્યા છે. મૃતકોની સંખ્યા વધી શકે છે. કારના ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે, તેની ઓળખ જાહેર કરવામાં આવી નથી.
આપણ વાંચો: ગુજરાતમાં વધુ એક ભયાનક દુર્ઘટના; ડીસા બ્લાસ્ટ મામલે કોંગ્રેસ અને આપએ રાજ્ય સરકારને ઘેરી…
આ ભયાનક ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે, જેમાં ઘટના પછી રસ્તા પર મૃતદેહો પડેલા દેખાય છે. વિડીયોમાં જોઈ શકાય છે કે ઈમરજન્સી ટીમો લોકોને મદદ કરવા કાર્યવાહી કરી રહી છે.
ઉત્સવ શોકમાં ફેરવાયો:
અહેવાલ મુજબ, આ ઘટના વાનકુવર શહેરના ઇસ્ટ 41 એવન્યુ અને ફ્રેઝર સ્ટ્રીટ નજીક રાત્રે 8 વાગ્યાના અરસામાં બની હતી, જ્યાં લાપુ લાપુ ડે બ્લોક પાર્ટી ચાલી રહી હતી. લાપુ લાપુ ડે ફિલીપીન્સના 16મી સદીના એન્ટી કોલોનિઅલ નેતાને સમર્પિત તહેવાર છે.

શરૂઆતમાં આ ઘટના પાછળ આતંકવાદી હોવાનું માનવામાં આવી રહ્યું હતું, પરંતુ પોલીસે હવે પુષ્ટિ કરી છે કે આ ઘટના આતંકવાદી કૃત્ય નથી. વાનકુવર પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જાણાવ્યું કે 30 વર્ષીય સ્થાનિક શખ્સની ઘટનાસ્થળેથી ધરપકડ કરવામાં આવી છે.
આપણ વાંચો: ગુજરતના છોટા ઉદેપુરમાં ભયાનક ઘટનાઃ કપાસ વેચવા ગયેલા બાપ-દીકરા સાથે આવો વ્યવહાર
વડા પ્રધાને શોક વ્યક્ત કર્યો:
કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નેએ કહ્યું કે આ ઘટનાને “ભયાનક” અને “આઘાતજનક” ગણાવી હતી. તેમણે X પર લખ્યું, “હું માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકોના પ્રિયજનો, ફિલિપિનો કેનેડિયન સમુદાય અને વાનકુવરના દરેક વ્યક્તિ પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.”
સાક્ષીઓએ કેનેડિયન મીડિયાને જણાવ્યું કે ઘટના પહેલા વિસ્તારમાં એક કાળા રંગની SUV પુરપાટ વેગે દોડતી દેખાઈ હતી.
નોંધનીય છે કે સોમવારે કેનેડાના મતદાન થવાનું છે, એ પહેલા બનેલી આ ઘટનાને કારણે વિસ્તારમાં શોક પ્રસરી ગયો છે.