અમેરિકામાં વડોદરાના પાટીદારની પુત્રએ હથોડીના ઘા ઝીંકી હત્યા કરતા ચકચાર…

શિકાગો/વડોદરાઃ અમેરિકાના શિકાગોમાં રહેતા વડોદરાના વૃદ્ધની તેના જ પુત્રએ માથામાં હથોડીના ફટકા મારી હત્યા કરતાં ચકચાર મચી ગઈ હતી. મળતી વિગત પ્રમાણે, શિકાગોના સ્કોમબર્ગ વિસ્તારમાં આ ઘટના બની હતી. 67 વર્ષીય અનુપમ પટેલની હત્યા તેના જ પુત્રએ કરી હતી.
શું છે મામલો
લાંબા સમયથી પિતાને પુત્ર અભિજિત સાતે વિવાદ ચાલતો હતો. પિતાએ પુત્રના વર્તન અંગે પોલીસ ફરિયાદ કરી હતી. જેનાથી રોષે ભરાયેલા પુત્રએ ઘરમાં ઘૂસી પિતાને માથામાં હથોડીના ઉપરાછાપરી ફટકા મારતા તેઓ લોહીલુહાણ હાલતમાં સોફા પર ફસડાઈ પડ્યા હતા. જેના કારણે મૃત્યુ થયું હતું.

પુત્રએ આ ઘટના બાદ પોલીસને ફોન કરીને આ અંગેની જાણકારી આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ઘાતકી રીતે હત્યા કરવામાં આવી હોવાથી ફર્સ્ટ ડિગ્રી મર્ડર તરીકે નોંધવામાં આવ્યું છે. આ કેસમાં આરોપીને 20થી લઈ 60 વર્ષ સુધી સજા થઈ શકે છે. હત્યાના પગલે શિકાગોમાં રહેતા ગુજરાતી પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
સૂત્રોના કહેવા પ્રમાણે, અમેરિકામાં અભ્યાસ દરમિયાન અભિજિતે આપત્તિજનક મેસેજ અન્યના મોબાઈલ પર મોકલ્યા હતા. જેથી બાપ-દીકરા વચ્ચે વિવાદ થયો હતો. પુત્રથી ખતરો લાગતા પિતાએ પોલીસને જાણ કરી હતી. પોલીસે અભિજિતની અટકાયત કરી હતી અને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટ તેને પિતાથી દૂર રહેવા આદેશ આપ્યો હતો.



