ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ગાઝામાં માનવતા મરણપથારીએ છતાં અમેરિકાએ UNSCમાં યુદ્ધવિરામ ઠરાવ સામે વીટો વાપર્યો

ન્યુયોર્ક: છેલ્લા 19 મહિનાથી ઇઝરાયેલના સતત હુમલાને કારણે ગાઝામાં 55,000થી વધુ લોકોના મોત થયા (Israel Genocide in Gaza) છે, મૃતકોમાં મોટાભાગ બળકો સમાવેશ થાય છે. ઈઝરાયેલે માનવતાવાદી સહાય પણ ગાઝામાં પ્રવેશતા અટકાવી દેતા ભોજન અને દવાને અભાવે હજારો લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. એવામાં ગાઝા પર હુમલા તાત્કાલિક ધોરણે રોકવા માટે માંગ ઉઠી રહી છે. બુધવારે યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ(UNSC) સમક્ષ ગાઝામાં “તાત્કાલિક, બિનશરતી અને કાયમી યુદ્ધવિરામ”ની માંગ કરતા ઠરાવનો મુસદ્દો રજુ કરવામાં આવ્યો. અમેરિકા સિવાય તમામ દેશોએ આ યુદ્ધવિરામની તરફેણમાં મતદાન કર્યું હતું, પરંતુ અમેરિકાને વીટો ને કારણે આ ઠરાવ પસાર ન થઇ (US vetoes in UNSC) શક્યો.

UNSC રજુ કરવામાં આવેલા ઠરાવના મુસદ્દામાં ગાઝામાં માનવતાવાદી સહાય પહોંચડવાની પણ હાકલ કરવામાં આવી હતી. ઠરાવના મુસદ્દામાં હમાસ અને અન્ય લોકો દ્વારા કેદ કરવમાં આવેલા તમામ બંધકોને તાત્કાલિક અને બિનશરતી મુક્ત કરવાની પણ માંગ કરવામાં આવી હતી. આ ઠરાવને કાઉન્સિલના અન્ય 14 સભ્યોનો ટેકો મળ્યો, પરંતુ યુ.એસએ તેના વીટો પાવરનો ઉપયોગ કરીને ઠરાવ પસાર થતા અટકાવ્યો હતો.

યુએસનું ઇઝરાયેલની સમર્થન:

યુએનમાં કાર્યકારી યુએસ રાજદૂત ડોરોથી શીએ ઠરાવ પર મતદાન પહેલાં કાઉન્સિલને જણાવ્યું હતું કે આ ઠરાવથી યુદ્ધવિરામ માટે યુએસના નેતૃત્વ હેઠળ થઇ રહેલા પ્રયાસો પ્રતિકુળ અસર કરશે. તેમણે કહ્યું, “યુનાઇટેડ સ્ટેટ્સ સ્પષ્ટ રહ્યું છે: જેમાં હમાસની નિંદામાં આવી ન હોય, હમાસને હથિયારો નીચે મુકવા અને અને ગાઝા છોડવા માટે હાકલ કરવામાં ન આવી એવા કોઈ ઠરાવને સમર્થન આપીશું નહીં.”

યુએસનું આ પગલું દર્શાવે છે કે ગાઝામાં માનવીય કટોકટી છતાં, અમેરિકા ઇઝરાયેલને સતત સમર્થન કરી રહ્યું છે. ઇઝરાયેલને સૌથી વધુ લશ્કરી સહાય યુએસ તરફથી મળી રહી છે. યુદ્ધને રોકવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ વધી રહ્યું હોવા છતાં, યુએસ યુક્રેનનો પક્ષ લઈ રહ્યું છે.

ઇઝરાયેલનું અમાનવીય કૃત્ય:

11 અઠવાડિયા સુધી લાંબી ઇઝરાયલની નાકાબંધી કારણે ગાઝામાં 20 લાખથી વધુ લોકો દુષ્કાળ જેવી સ્થિતિમાં જીવી રહ્યા છે, આ નાકાબંધી આંશિક રીતે હટાવવામાં આવી છે, પરંતુ યુએન દ્વારા મોકલવામાં આવેલી સહાય લેવા માટે આવતા લોકો પર પણ ઇઝારયેલ હુમલો કરી રહ્યું છે. બુધવારે ઇઝરાયલી હુમલામાં હાઝામાં 45 લોકો માર્યા ગયા હતા.

ઇઝરાયેલ અને હમાસની દલીલ:

ઇઝરાયેલ બિનશરતી અથવા કાયમી યુદ્ધવિરામની માંગણીઓને નકારી કાઢી છે, અને કહ્યું છે કે હમાસ ગાઝામાં રહી શકે નહીં. ઇઝરાયલના યુએન રાજદૂત ડેની ડેનને ડ્રાફ્ટની તરફેણમાં મતદાન કરનારા કાઉન્સિલના સભ્યોને કહ્યું: “તમે તુષ્ટિકરણ અને શરણાગતિ પસંદ કરી. તમે એવો રસ્તો પસંદ કર્યો જે શાંતિ તરફ દોરી જતો નથી. ફક્ત વધુ આતંક તરફ દોરી જાય છે.”

હમાસે અમેરિકાના વીટોની નિંદા કરી અને તેને ઇઝરાયલ પ્રત્યે “અમેરિકન વહીવટીતંત્રનો આંધળો પક્ષપાત” ગણાવ્યો.

આ પણ વાંચો….ગાઝામાં રાહત સામગ્રી લેવા ગયેલા પેલેસ્ટાઇનિયો પર ફાયરિંગ: 25નાં મોત

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button