ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

USA: ડેમોક્રેટ્સનું ટેન્શન વધ્યું, જો બાઈડેન કોરોના પોઝીટીવ

વોશીંગ્ટન: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી(US Election) માટે તૈયારીઓ શરુ થઇ ગઈ છે, દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેન(Joe Biden)ની ઉંમર અને સ્વાસ્થ્યને બાબતે અનેક સવાઓ ઉઠી રહ્યા છે. અત્યાર સુધીના તમામ અહેવાલો મુજબ પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ સામે બાઈડેન પાછળ રહેતા જોવા મળે છે. જો કે હવે જો બાઈડેન માટે બીજી સમસ્યા ઉભી થઈ છે. જો બાઈડેનને કોરોના સંક્રમણ થયું છે, હવે જેને કારણે ડેમોક્રેટ્સનું ટેન્શન વધી ગયું છે.

વ્હાઇટ હાઉસે જણાવ્યું કે કે રાષ્ટ્રપતિ જો બાઈડેન લાસ વેગાસમાં એક કાર્યક્રમ બાદ કોરોના પોઝિટિવ થયા હતા. મળતી માહિતી મુજબ, તેમને કોરોનાની રસી આપવામાં આવી છે. બાઈડેનને કોવિડના સામાન્ય લક્ષણો છે. હવે બાઈડેન ડેલવેર પરત ફરશે જ્યાં તેઓ સેલ્ફ આઈસોલેટ રહેશે. જો કે, બાઈડેન રાષ્ટ્રપતિ પદની તમામ ફરજો પૂર્ણપણે નિભાવવાનું ચાલુ રાખશે. વ્હાઇટ હાઉસ રાષ્ટ્રપતિની સ્થિતિ અંગે નિયમિત અપડેટ આપશે.

યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડેને રાજકારણમાં કડવાશ ઘટાડવા હાકલ કરી છે. જો કે, ડોનાલ્ડ ટ્રમ્પ પર નિશાન સાધતા તેમણે એમ પણ કહ્યું કે, “આવું કરવાનો અર્થ એ નથી કે આપણે સાચું બોલવાનું બંધ કરી દઈએ.” જો બાઈડેને એઆર-સ્ટાઇલ રાઇફલ્સ જેવા શસ્ત્રો પર પ્રતિબંધ મૂકવાનું પણ સમર્થન કર્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button