
પેરિસ/વોશિંગ્ટનઃ અમેરિકાએ જાહેરાત કરી કે તે ફરીથી સંયુક્ત રાષ્ટ્રની શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક એજન્સી (યુનેસ્કો)માંથી ફરીથી અલગ થઈ જશે, કારણ કે અમેરિકા તેને ઇઝરાયલ વિરોધી માને છે. નોંધનીય છે કે અમેરિકા બે વર્ષ પહેલાં જ એજન્સીમાં ફરીથી જોડાયું હતું.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્રની એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન (યુનેસ્કો)માંથી હટવાનો નિર્ણય લીધો છે. તેમણે આ સંગઠન પર એવા મામલાઓનું સમર્થન કરવાનો આરોપ લગાવ્યો છે જે વિભાજનકારી હોય છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે યુનેસ્કોમાંથી અમેરિકાને હટાવવવાનો નિર્ણય લીધો છે. સંયુક્ત રાષ્ટ્રનું આ સંગઠન વિભાજનકારી સાંસ્કૃતિક અને સામાજિક મુદ્દાઓનું સમર્થન કરે છે અને એ સામાન્ય નીતિઓથી પુરી રીતે અલગ છે જેના માટે અમેરિકનોએ નવેમ્બરમાં મતદાન કર્યું હતું.
વ્હાઈટ હાઉસના ડેપ્યુટી પ્રવક્તા એના કેલીએ ન્યૂ યોર્ક પોસ્ટને જણાવ્યું હતું કે “રાષ્ટ્રપતિ ટ્રમ્પે યુનેસ્કોમાંથી અમેરિકાને અલગ કરવાનો નિર્ણય લીધો છે, જે જાગરૂકતા, વિભાજનકારી સાંસ્કૃતિક અને સામાજિક મુદ્દાઓને સમર્થન કરે છે. યુનેસ્કો અને વ્હાઇટ હાઉસે અમેરિકાના આ નિર્ણયની તત્કાળ કોઈ પુષ્ટી કરી નહોતી.
આ ત્રીજી વખત હશે જ્યારે અમેરિકા પેરિસ સ્થિત યુનેસ્કોથી અલગ થઈ રહ્યું છે અને ટ્રમ્પ સરકાર આ બીજી વખત બન્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન તેનાથી અમેરિકાને અલગ કરવાનો નિર્ણય લીધો હતો અને બાઈડન સરકારની સંગઠનમાં પરત ફરવાની અરજી કર્યા બાદ અમેરિકા પાંચ વર્ષની ગેરહાજરી પછી પાછું ફર્યું હતું. આ નિર્ણય ડિસેમ્બર 2026ના અંતમાં અમલમાં આવશે.
યુનેસ્કોના અધિકારીઓ માટે આ નિર્ણય આશ્ચર્યજનક નહોતો. કારણ કે તેમણે આ વર્ષની શરૂઆતમાં ટ્રમ્પ સરકાર દ્વારા ચોક્કસ સમીક્ષાનો આદેશ આપ્યા પછી આવા પગલાની અપેક્ષા રાખી હતી. તેઓએ એવી પણ આશંકા વ્યક્ત કરી હતી કે ટ્રમ્પ ફરીથી યુનેસ્કોમાંથી હટી જશે કારણ કે 2023માં અમેરિકાની વાપસીનો પ્રસ્તાવ તેમના રાજકીય હરીફ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડન દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.
ટ્રમ્પ વહીવટીતંત્રે 2017માં ઈઝરાયલ વિરોધી પૂર્વગ્રહનું કારણ આપી જાહેરાત કરી હતી કે અમેરિકા યુનેસ્કોમાંથી હટી જશે. આ નિર્ણય એક વર્ષ પછી અમલમાં આવ્યો હતો. 2011માં યુનેસ્કોએ પેલેસ્ટાઇનને સભ્ય રાજ્ય તરીકે સ્વીકારવા માટે મતદાન કર્યા પછી અમેરિકા અને ઈઝરાયલે યુનેસ્કોને ભંડોળ આપવાનું બંધ કરી દીધું હતું.
આ પણ વાંચો…વેપાર કરારના નામે યુદ્ધ અટકાવ્યુ, ભારત-પાકિસ્તાન સંઘર્ષ પર ટ્રમ્પનો નવો દાવો