યુએસ યુક્રેનને મિસાઇલો મોકલશે, પણ કિંમત ચૂકવવી પડશે; ડોનાલ્ડ ટ્રમ્પની કડક વલણ

વોશિંગ્ટન ડીસી: રશિયા અને યુક્રેન વચ્ચે ફેબ્રુઆરી 2022થી શરુ થયેલા યુદ્ધ(Russia Ukraine war)નો હાલ કોઈ અંત દેખાઈ રહ્યો નથી, બંને પક્ષો વચ્ચે યુદ્ધ વિરામ કરાવવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump)ના તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા છે. અગાઉ ઉક્રેને યુદ્ધ વિરામ કરાર ન સ્વીકારતા નારાજ થયેલા ટ્રમ્પે યુક્રેનને યુએસનાં હથિયારોનો સપ્લાય બંધ કરી દીધી છે. હવે ટ્રમ્પે હથીયારો મોકલવા તૌયાર થયા છે. રવિવારે તેમણે કહ્યું તે યુએસ યુક્રેનને પેટ્રિઓટ એર ડિફેન્સ મિસાઇલો મોકલશે, પણ તેની કિંમત વસુલાશે.
યુક્રેનને 100 ટકા કિંમત ચૂકવવી પડશે:
ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનને એર ડિફેન્સ મિસાઇલો મોકલવાનો નિર્ણય કર્યો પણ કેટલી મોકલશે એ ન જણાવ્યું. તેમણે એમ પણ કહ્યું કે આ શસ્ત્રોની કિંમત યુએસ નહીં ચુકવે. મેરીલેન્ડના જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ ખાતે પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું, “અમે તેમના માટે કિંમત નહીં ચૂકવીએ, પરંતુ અમે તેમને પેટ્રિઓટ મિસાઈલો આપીશું, જેની તેમને ખૂબ જરૂર છે.”
ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા અત્યાધુનિક શસ્ત્રો પૂરા પાડી રહ્યું છે અને યુક્રેન તેના માટે અમને 100% ચૂકવણી કરશે.
યુક્રેનને મોટો ફટકો પડશે:
યુએસ પ્રસ્તાવિત યુદ્ધ વિરામ કરાર સ્વીકારવા માટે યુક્રેન પર દબાણ કરવા અગાઉ ટ્રમ્પે યુક્રેનને શસ્ત્રો અને સહાય ન મોકલવાનું જાહેર કર્યું હતું, જો કે કરારની કેટલીક શરતો સામે સખત વાંધો ઉઠવાતા યુક્રેનને યુદ્ધ વિરામ માટે તૈયાર થયું નથી. હવે ટ્રમ્પ આ મામલે થોડા નરમ પડ્યા હોય એવું લાગે છે, જો કે તેઓ યુક્રેન સહાય ન મોકલવા પર મક્કમ છે.
રશિયન એર સ્ટ્રાઈક સામે રક્ષણ માટે યુક્રેનને એર ડિફેન્સ મિસાઈલોની ખાસ જરૂર છે. યુક્રેનને હવે યુએસ પાસેથી શસ્ત્રો મળશે, પરંતુ યુએસના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડેનના કાર્યકાળ દરમિયાન મળેલી સહાયના બાકી રહેલા નાણાંથી. ટ્રમ્પે વધુ સહાય નહીં મોકલે તો યુક્રેન પાસે શાસ્ત્રો ખરીદવા વધુ ભાંડોળ નહીં રહે, જેથી તે મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
આ પણ વાંચો….યુદ્ધનો અંત ક્યારે? ટ્રમ્પ સાથે વાતચીત બાદ રશિયાનો યુક્રેન પર ભીષણ ડ્રોન હુમલો