ઇન્ટરનેશનલ

પાણી-પૂરી લવર્સ માટે ગર્વની વાત, અમેરિકામાં સારે જહાં સે અચ્છા ગીત સાથે પાણી-પૂરી પીરસવામાં આવી

tએક ભારતીય તરીકે છાતી ગજ-ગજ ફૂલી જાય તેવી ઘટના બહાર આવી છે. તેમાં પણ પાણી-પૂરી લવર્સ માટે તો ગર્વની વાત સાબિત થાય તેવું છે કારણ કે USમાં વ્હાઇટ હાઉસ મરીન બેન્ડે (The White House Marine Band) સોમવારે એશિયન અમેરિકનો સમક્ષ મુહમ્મદ ઇકબાલનું પ્રખ્યાત ભારતીય દેશભક્તિ ગીત “સારે જહાં સે અચ્છા” વગાડ્યું. આ સાથે આ ફંક્શનમાં પાણીપુરી પીરસવામાં આવી હતી. આ સમયગાળાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને ભારતમાં લોકો ગર્વ અનુભવી રહ્યા છે. વ્હાઇટ હાઉસે સોમવારે એશિયન અમેરિકન, નેટિવ હવાઇયન અને પેસિફિક આઇલેન્ડર (AA અને NHPI) હેરિટેજ મહિનાની ઉજવણી કરી હતી.

આ ઇવેન્ટ વ્હાઇટ હાઉસની પહેલના 25 વર્ષ અને એશિયન અમેરિકનો, મૂળ હવાઇયન અને પેસિફિક ટાપુવાસીઓ પર રાષ્ટ્રપતિના સલાહકાર પંચની સ્થાપનાનું પ્રતિક છે. આ વાર્ષિક કાર્યક્રમ માટે રાષ્ટ્રપતિ દ્વારા ભારતીય અમેરિકનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

ભારતીય-અમેરિકન સમુદાયના નેતા અજય જૈન ભુતોરિયાએ વ્હાઇટ હાઉસની અંદરથી ઝલક શેર કરી, જેમાં લઘુમતી સમુદાયો અને અમેરિકામાં તેમના જીવનની અદભૂત ઉજવણી દર્શાવવામાં આવી હતી. કોરિડોરમાં મ્યુઝિક બેન્ડ ‘સારે જહાં અચ્છા’ની ધૂન વગાડતા જોવા મળે છે. થાળીમાં પીરસવામાં આવતા ગોલગપ્પાની ઝલક પણ બતાવવામાં આવી છે.

યુએસ પ્રમુખ જો બાઇડન (US President Joe Biden) સમારોહમાં જણાવ્યું હતું કે, ‘મૂળ હવાઇયન અને પેસિફિક ટાપુવાસીઓ કે જેમના પૂર્વજોએ સેંકડો વર્ષોથી આ જમીનને ઘર તરીકે ઓળખાવી છે, એશિયન ઇમિગ્રન્ટ્સ કે જેઓ નવા આવ્યા છે અને જેમના પરિવારો પેઢીઓથી અહીં છે – AA અને NHPI તે લાંબા સમયથી આપણા મહાન ઈતિહાસનો અને વારસાનો એક ભાગ રહ્યો છે અને આપણા રાષ્ટ્રના આત્મામાં નિર્ણાયક શક્તિ છે’.

રાષ્ટ્રપતિ બિડેને નક્કર કાર્યવાહી દ્વારા AA અને NHPI સમુદાયો માટે સમાનતા, ન્યાય અને તકને આગળ વધારવા માટે તેમના વહીવટીતંત્રની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button