અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ વિવાદમાં સપડાયા, એરિકા કિર્ક સાથેનો રોમેન્ટિક વિડીયો વાઈરલ…

વોશિંગ્ટન : અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ વિવાદમાં સપડાયા છે. જેમાં અમેરિકાના દક્ષિણપંથી નેતા ચાલી કિર્કની પત્ની એરિકા કિર્કનું એક નિવેદન ઝડપથી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યું છે. જેમાં એરિકા કિર્ક એક કાર્યક્રમમાં જાહેરમાં જણાવે છે કે કોઈ પણ ક્યારેય મારા પતિનું સ્થાન નહી લઈ શકે. પરંતુ જે.ડી. વાન્સ તેમના જેવી કેટલી સમાનતા જોવા મળે છે. ચાલી કિર્કની બે માસ પૂર્વે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ એરિકાએ મિસિસિપી યુનિવર્સિટીમાં આયોજિત એક કાર્યક્રમમાં વાન્સનો પરિચય કરાવ્યો હતો. તેમજ તેમનો એક રોમેન્ટિક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો એરિકાએ વાન્સને અદ્ભુત ગણાવ્યા હતા અને કહ્યું કે તે ચાર્લીની જેમ યુવા અને રૂઢિચુસ્તોને પ્રેરણા આપે છે.
I watched this last night it was totally amazing.
— @dsware123 (@dsware123) October 30, 2025
JD VANCE THANK YOU. ERIKA THANK YOU FOR YOUR STRENGTH. WE LOVE YOU CHARLIE. pic.twitter.com/N1HSc6IZrv
જેડી વાન્સે કિર્કને શ્રદ્ધાંજલિ અર્પી
જ્યારે જેડી વાન્સે કિર્કને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું, “ચાર્લીનો જુસ્સો આપણને મજબૂત બનાવે છે. આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે રૂઢિચુસ્ત સમુદાયમાં વાન્સની લોકપ્રિયતા પર પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યા છે.જેમાં કેટલીક પોસ્ટમાં એરિકા-વાન્સના આલિંગનને અયોગ્ય ગણાવવામાં આવ્યા છે. જ્યારે અન્ય લોકો તેને સમર્થનના સંકેત તરીકે અર્થઘટન કરી રહ્યા છે.
ચાર્લીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી
ઉલ્લેખનીય છે કે, એરિકા કિર્કના પતિ ચાર્લી કિર્ક ટીપીયુએસએના (ટર્નિંગ પોઈન્ટ યુએસએ) સ્થાપક હતા. જયારે 10 સપ્ટેમ્બર, 2025 ના રોજ ઉટાહ વેલી યુનિવર્સિટીમાં ભાષણ દરમિયાન ચાર્લીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 22 વર્ષીય ટાયલર રોબિન્સન પર હત્યાનો આરોપ છે. જયારે એફબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે. કિર્કના મૃત્યુથી રૂઢિવાદી ચળવળને આંચકો લાગ્યો હતો. પરંતુ એરિકા તેના મિશનને આગળ વધારવા માટે કટિબદ્ધ છે.
આ પણ વાંચો…ચાર્લી કિર્કનો હત્યારો ઝડપાયો: ડૉનાલ્ડ ટ્રમ્પના આ દાવાનું શું છે સત્ય



