રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી બંધ થાય તો ભારતને વર્ષે કેટલો પડી શકે છે ફટકો?
અમેરિકાની ધમકીના ભારત પરના આર્થિક અને નાણાકીય પરિણામો

રશિયા ભારતને ડિસ્કાઉન્ટ રેટ પર કૂડ ઓઈલનું વેચાણ કરે છે, જે વૈશ્વિક બેરલદીઠ લગભગ ચારથી પાંચ ડોલર ઓછા છે, જ્યારે સસ્તા ક્રૂડ ઓઈલને કારણે ત્રણેક વર્ષમાં ભારતને અગિયાર અબજ ડોલરથી વધુ બચત થઈ છે. આ સંજોગોમાં અમેરિકા અને નાટોના દબાણથી ભારતીય અર્થતંત્ર પર અસર પડી શકે છે. જાણીએ રશિયાથી અગર ભારત ક્રૂડ ઓઈલની ખરીદવાનું બંધ કરે તો કેટલું નુકસાન થઈ શકે છે.
વર્ષ 2022 પહેલા ભારત મધ્ય પૂર્વી અરબના દેશો તથા અમેરિકા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદતું હતું, પરંતુ 2022માં રશિયાએ યુક્રેન સામેના યુદ્ધના ખર્ચને પહોંચી વળવા માટે ભારત સહિતના ત્રણ દેશને સસ્તું ક્રૂડ ઓઇલ વેચવાનું શરૂ કર્યું હતું. જોકે, હવે આ બાબત અમેરિકાને આંખના કણાની જેમ ખૂંચી રહી છે, જેથી હવે અમેરિકાએ નાટો (North Atlantic Treaty Organization-NATO) દ્વારા ભારતને ધમકી આપી છે.
આ પણ વાંચો: રશિયા સાથે વેપાર પર નાટોની ચેતવણી, ‘ચીન બ્રાઝિલ અને ભારત રશિયા સાથે વેપાર બંધ કરો નહિં તો…’
અમેરિકા ઈચ્છે છે રશિયાનું ઓઇલ વેચાય થાય નહીં
ભારત સહિતના જે દેશો રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત કરે છે તેને અમેરિકા અને નાટો યુક્રેન યુદ્ધ સાથે જોડે છે. અમેરિકાનું માનવું છે કે, ભારત અને ચીન દ્વારા રશિયાથી ક્રૂડ ઓઇલની આયાતને કારણે રશિયાને યુક્રેન સામે યુદ્ધ કરવાનું ભંડોળ મળે છે. તેથી અમેરિકા ભારત અને ચીન રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ન ખરીદે એવું ઈચ્છે છે. જેને લઈને તે હવે એક્શન લેવાના મૂડમાં છે.
રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ મંગાવશો તો…
ભારતે રશિયન ક્રૂડ ઓઇલની આયાત અંગે પશ્ચિમી દેશોની નીતિઓનું પાલન કરવું પડશે, નહીં તો તેને વેપાર અને રાજદ્વારી પરિણામોનો સામનો કરવો પડશે. એવી અમેરિકાએ ભારતને ચેતવણી આપી હતી. આંતરરાષ્ટ્રીય મીડિયાના સૂત્રો અનુસાર બુધવારે નાટોએ જણાવ્યું હતું કે, જો ભારત, ચીન અને બ્રાઝિલ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત ચાલુ રાખશે તો અમેરિકા આ ત્રણેય દેશ પર 100 ટકા સેકન્ડરી સેક્શન્સ લાદી શકે છે.
આ પણ વાંચો: ટ્રમ્પ-ઝેલેન્સકીનો સિક્રેટ પ્લાન: રશિયા પર હુમલાની તૈયારી?
ડિસ્કાઉન્ડ રેટ્સમાં ક્રૂડ ઓઇલ વેચે છે રશિયા
અમેરિકાની ઈચ્છા ભારત અને ચીન માટે નુકસાનકારક છે. કારણ કે, રશિયન ક્રૂડ ઓઇલ મધ્ય પૂર્વના સપ્લાયર દેશો કરતાં સરેરાશ 11 ટકાથી 16 ટકા સસ્તું છે. ભારતે 2022થી 2025 દરમિયાન રશિયા પાસેથી ખરીદેલા સસ્તા ક્રૂડ ઓઇલને કારણે 11થી 25 અબજ યુએસ ડૉલરની બચત કરી છે. 2025ની શરૂઆતમાં ભારતે લગભગ 40 ટકા ક્રૂડ ઓઈલ રશિયા પાસેથી આયાત કર્યું હતું. મે-જૂન 2025માં આ જથ્થો 38થી 44 ટકાની વચ્ચે હતો.
ભારત પર આવશે 4 થી 5 ડૉલરનો વાર્ષિક બોજો
ભારતને રશિયા પાસેથી મળતા ક્રૂડ ઓઇલની કિંમત વૈશ્વિક બજાર કરતા પ્રતિ બેરલ 4થી 5 ડૉલર ઓછી છે. કારણ કે, રશિયા ભારતને ડિસ્કાઉન્ટ પર ક્રૂડ ઓઈલ વેચે છે. જો ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ કરશે તો તેના પર બેરલદીઠ 4થી 5 ડૉલરનો વધારાનો વાર્ષિક બોજો આવશે.
આ પણ વાંચો: શું ટ્રમ્પની ટેરિફ નીતિથી રશિયા-યુક્રેન યુદ્ધ રોકાશે? અમેરિકાએ પુતિનને આપી ચેતવણી
ઉલ્લેખનીય છે કે, ભારત તેની ક્રુડ ઓઇલની જરૂરિયાત પૈકીનું 85 ટકાથી વધુ ક્રૂડ ઓઇલ અન્ય દેશોમાંથી આયાત કરે છે. છેલ્લા 4 વર્ષથી ભારત રશિયા પાસેથી તેની જરૂરિયાતનું લગભગ 35 ટકા ક્રૂડ ઓઇલની આયાત કરે છે.