ઇન્ટરનેશનલ

ટ્રમ્પનો દાવ ઉલટો પડ્યો? ટેરીફ લાગુ થતા અમેરિકન શેર બજારમાં કડાકો, કંપનીઓને ભારે નુકશાન

ન્યુયોર્ક: ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રએએ ઘણા દેશો પર રેસિપ્રોકલ ટેરીફ (Reciprocal Tarrif) લાગુ કરી દીધો છે, જેને કારણે અમેરિકામાં આયાત થતી ઘણી વસ્તુઓના ભાવમાં મોટો વધારો થશે. આ નિર્ણયથી અમેરિકામાં નિકાસ કરતી ઘણી કંપનીઓના વેપાર પર અસર પડશે. જેને કારણે દુનિયાભરના શેરબજારમાં ઉથલપાથલ જોવા મળી, ભારતીય શેરબજાર પણ ઘટાડા સાથે બંધ થયું. જો કે ટેરિફને અમેરિકન શેર બજારમાં પણ મોટો ઘટાડો (US Stock Market) નોંધાયો છે.

આજે ડાઉ જોન્સથી માંડીને નાસ્ડેક અને S&P 500 સુધી, બધા જ અમેરિકન બજારોમાં ઘટાડો નોંધાયો. ડાઉ જોન્સમાં 3.50 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. જ્યારે નાસ્ડેક લગભગ 5 ટકાનો ઘટાડો નોંધાયો. S&P 500 માં 4 ટકાનો ઘટાડો થયો. ટ્રમ્પનો ટેરિફ પ્લાન અમેરિકન શેરબજારને પસંદ પડ્યો નથી. રેસિપ્રોકલ ટેરીફને કારણે અમેરિકન કંપનીઓને પણ ભારે નુકસાન પહોંચી રહ્યું છે.

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પનો ચોંકાવનારો નિર્ણય; અમેરિકામાં આયાત થતી કાર પર આટલા ટકા ટેરીફ ઝીંક્યો…

નાઈકીના શેર 7 વર્ષના તળિયે

અહેવાલ મુજબ સ્પોર્ટ્સ શૂઝ માટે જાણીતી નાઇકીના કુલ ઉત્પાદનમાંથી 50 ટકા વિયેતનામમાં બને છે. વિયેતનામ પર 47 ટકા ટેરિફ ઝીંકવામાં આવ્યો છે, જેને કારણે નાઇકીના શેરમાં 12 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે અને કંપનીનો શેર લગભગ 7 વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે.

મળતી માહિતી અનુસાર, યુએસ સમય મુજબ સવારે 10:15 વાગ્યે, નાઇકીનો શેર લગભગ 13 ટકા ઘટીને $56.67 પર ટ્રેડ થઈ રહ્યો હતો. ખાસ વાત એ છે કે નાઇકીના શેર 2017 પછી આટલા નીચા સ્તરે પહોંચ્યો હતો. વિયેતનામમાં નાઇકીની 130 ફેક્ટરીઓમાં 4.5 લાખથી વધુ લોકો કામ કરે છે.

આ અમેરિકન કંપનીઓના શેર પણ તૂટ્યા

વિશ્વની સૌથી મોટી કંપની એપલના શેરમાં લગભગ 9 ટકાનો ઘટાડો થયો. જ્યારે એમેઝોનના શેરમાં 8 ટકાથી વધુનો ઘટાડો થયો. એડિડાસના શેર લગભગ 12 ટકા ઘટ્યા, ટેસ્લાના શેરમાં 5 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો. ઓરેકલના શેર લગભગ 5 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.

ચિપ બનાવતી વિશ્વની સૌથી મોટી કંપની Nvidia ના શેર 4.50 ટકાથી વધુના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. Metaના શેર 7 ટકાથી વધુના ઘટાડા સાથે ટ્રેડ થઇ રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button