અમેરિકાના રાજ્યોએ DOGEના વડા તરીકે મસ્કની ભૂમિકા સામે દાવો માંડ્યો

અમેરિકામાં ટ્રમ્પે સત્તા પર આવ્યા બાદ એક પછી એક એવા નિર્ણયો લીધા છે કે દુનિયાભરના દેશોની ઊંઘ હરામ થઇ ગઇ છે. યુરોપિયન યુનિયનના દેશો હોય કે પછી દક્ષિણ અમેરિકાના દેશો હોય કે પછી યુક્રેન જેવો દેશ હોય, ટ્રમ્પના તુઘલખી નિર્ણયોથી દુનિયા પરેશાન થઇ ગઇ છે. આટલું ઓછું હોય તેમ ટ્રમ્પે બિલિયોનેર એલોન મસ્કને કોઇ પણ યોગ્ય કાનૂની મંજૂરી વિના અનિયંત્રિત અને અમર્યાદિત્ત સત્તા આપી દીધી છે, જેનાથી વિશ્વના તો ઠીક ખુદ અમેરિકાના રાજ્યો પરેશાન થઇ ગયા છે. એવી માહિતી મળી છે કે કેલિફોર્નિયા, મેસેચ્યુસેટ્સ અને કનેક્ટિકટની આગેવાની હેઠળ અમેરિકાના 14 રાજ્યએ એલોન મસ્ક અને તેમના સરકારી કાર્યક્ષમતા વિભાગ સામે દાવો દાખલ કર્યો છે અને મસ્કના અધિકારોને પડકાર્યા છે. આ સ્ટેટ્સએ એલોન મસ્ક અને તેમના ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE) પર દાવો માંડ્યો છે. આ રાજ્યોના અધિકારીઓએ સરકારના ખર્ચ અને સરકારી કામગીરી પર એલોન મસ્કની અનિયંત્રિત સત્તાની ટીકા કરી છે. આ રાજ્યો મસ્કને સરકારી ભંડોળમાં ફેરફાર રદ કરવા, કર્મચારીઓ વિશે નિર્ણય લેવા અને અન્ય ઘણા બધા નિર્ણયો લેવાથી રોકવા માટે કોર્ટના આદેશની માગ કરી રહ્યા છે.
હકીકતમાં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે મસ્કને નકામા સરકારી ખર્ચાઓ ઘટાડવાનું કામ સોંપ્યું છે. તેમણે કેટલીક ખાનગી અને સંવેદનશીલ સરકારી ફાઇલોની એક્સેસ મેળવી લીધી છે, જેને કારણે અમેરિકન વહીવટમાં પારદર્શિતા અને જવાબદારીઓ અંગે ગંભીર ચિંતા ઊભી થઇ છે. આ ઉપરાંત મસ્કે સરકારી વિભાગોમાં છંટણી કરવાની સલાહ આપી હતી, જેના પર કામ કરતા ટ્રમ્પે લગભગ 10 હજાર લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા.
Also read: ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ વિવેક રામાસ્વામીએ અચાનક DOGE છોડી દીધું, જાણો શું છે કારણ
દરમિયાન એલોન મસ્કે પોતાના કાર્યોનો બચાવ કર્યો છે અને જણાવ્યું છએ કે તેઓ જે સુધારા કરવા જઇ રહ્યા છે તે જરૂરી અને વાજબી છે. તેો નકામા ખર્ચ પર નિયંત્રણ મૂકી રહ્યા છે. અમેરિકાએ મોટા સરકારી સુધારા માટે જ મતદાન કર્યું હતું અને હવે પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવાની તેમની જવાબદારી છે., હાલમાં તો અમેરિકાની કોર્ટે મસ્કની કંપનીના અધિકારીઓને યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના કામકાજમાં દખલ કરવાથી રોકી દીધા છે. હવે જોઇએ કે એલોન મસ્ક શું વલણ અપનાવે છે.