યુએસના ઇતિહાસના સૌથી લાંબા શટડાઉનનો અંત! હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે ફંડિંગ બિલ પસાર કર્યું

વોશિંગ્ટન ડી સી: યુનાઇટેડ સ્ટેટ્સના ઇતિહાસમાં સૌથી લાંબા ગવર્મેન્ટ શટડાઉનને અંત આવવા જઈ રહ્યો છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે બુધવારે એક કામચલાઉ ફંડિંગ બિલ પસાર કર્યું હતું. બિલના પક્ષમાં 222 અને વિરોધમાં 209 મત પડ્યા હતાં, આ બીલને હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષર માટે મોકલી આપવામાં આવ્યું છે.
ટ્રમ્પ ટૂંક સમયમાં આ બિલ પર હસ્તાક્ષર કરે તેવી અપેક્ષા છે. આ બિલથી લશ્કરી બાંધકામ, નિવૃત્ત સૈનિકોની બાબતો, કૃષિ વિભાગ અને કોંગ્રેસ માટે આ નાણાકીય વર્ષ સુધી ફંડ મળી, જ્યારે બાકીના સરકારી વિભાગને જાન્યુઆરીના અંત સુધી ભંડોળ મળશે.
આટલા બિલિયન ડોલરનું નુકશાન:
43 દિવસથી સુધી ચાલી રહેલા શટડાઉનને કારણે થયેલા નાણાકીય નુકશાનનો અંદાજ હજુ લગાવવામાં આવી રહ્યો છે, પરંતુ અહેવાલ મુજબ કોંગ્રેસનલ બજેટ ઓફિસે આર્થિક વૃદ્ધિમાં લગભગ $14 બિલિયનના નુકસાનનો અંદાજ લગાવ્યો છે.
લાકો કર્ચારીઓ નોકરી પર પરત ફરશે:
નોંધનીય છે કે શટડાઉન લાગુ થયા બાદ ટ્રમ્પ વહીવટીતંત્રએ હજારો ફેડરલ કર્મચારીઓની છટણી કરી હતી. આ બિલ પસાર થતા જાન્યુઆરી સુધી ફેડરલ કર્મચારીઓને છટણી કરવામાં નહીં આવે છે અને કર્મચારીઓને પગારની ચુકવણી કરવામાં આવશે. રજા પર ઉતારી દેવામાં આવેલા લગભગ 6,70,000 સરકારી કર્મચારીઓ કામ પર પરત ફરશે. આ ઉપરાંત પગાર વિના કામ કરી રહેલા એટલા જ કર્મચારીઓને વળતર મળશે.
કૃષિ વિભાગ માટે ભંડોળ મળતા કે મુખ્ય ખાદ્ય સહાય યોજના પર આધાર રાખતા લોકોને બાકીના નાણાકીય વર્ષ દરમિયાન કોઈ અવરોધ વિના લાભ મળતા રહેશે.
યુએસ સેનેટમાં આ બીલ સોમવારે પસાર કર્યું હતું, કેટલાક ડેમોક્રેટ્સે તેને સમર્થન આપ્યું હતું. બીલમાં ડેમોક્રેટિક પાર્ટી દ્વારા માંગ કરવામાં આવેલી મુખ્ય હેલ્થ કેર ખર્ચ જોગવાઈને બાદ કરવામાં આવી છે.
આ પણ વાંચો…શટડાઉનના અંત સાથે સોના અને ચાંદીમાં તેજીનો ચમકારો



