ટ્રમ્પના ફંડિંગ બિલ પર સેનેટમાં વિભાજનથી સરકારી કામગીરી ઠપ્પ, 50 વર્ષમાં 20 વખત થયું શટડાઉન | મુંબઈ સમાચાર
Top Newsઇન્ટરનેશનલ

ટ્રમ્પના ફંડિંગ બિલ પર સેનેટમાં વિભાજનથી સરકારી કામગીરી ઠપ્પ, 50 વર્ષમાં 20 વખત થયું શટડાઉન

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે એક વધુ રાજકીય આઘાત લાગ્યો છે, જ્યાં સેનેટમાં તેમના ફંડિંગ બિલ પર મતદાન ન મળતા દેશમાં શટડાઉનની લગાવવાની ફરજ પડી હતી. આ ઘટના એક પ્રકારની રાજકીય રમત જેવી લાગે છે, જ્યાં પક્ષો વચ્ચેની ટકરાવને કારણે સામાન્ય અમેરિકનોને ભોગ બનવું પડે છે. મંગળવારે મોડી રાતે થયેલા મતદાનમાં બિલને 55 મત મળ્યા હતા, પરંતુ 60 મતની જરૂર હતી, જેના કારણે 1 ઓક્ટોબરથી સરકારી કામગીરી બંધ થઈ ગઈ છે.

સેનેટમાં રિપબ્લિકન પાર્ટીના ફંડિંગ બિલ પર મતદાનમાં 55 મત સમર્થનમાં અને 45 વિરોધમાં પડ્યા હતા, જ્યારે આ બિલને પસાર કરવા માટે ટ્રમ્પને 60 મતની જરૂર હતી. 100 સભ્યોવાળી સેનેટમાં 53 રિપબ્લિકન, 47 ડેમોક્રેટ અને 2 અપક્ષ છે, તેથી રિપબ્લિકન્સને વિપક્ષનું સમર્થન જરૂરી હતું. જોકે, ડેમોક્રેટ્સે આરોગ્ય સંભાળની જોગવાઈઓની માગણીને કારણે બિલનો વિરોધ કર્યો. એક રિપબ્લિકન સાંસદે વિરોધમાં મત આપ્યો, જ્યારે બે ડેમોક્રેટ્સે સમર્થનમાં મતદાન કર્યું. આનાથી બિલ નાપસાર થયું અને શટડાઉન શરૂ થઈ ગયું.

ડેમોક્રેટ્સે ઓબામા આરોગ્ય કાળજી સબસિડી વધારવાની માગણી કરી હતી, જે રિપબ્લિકન્સને નથી મળતી કારણ કે તેનાથી સરકારી ખર્ચ વધશે અને અન્ય ક્ષેત્રો પર અસર પડશે. ડેમોક્રેટ્સના પોતાના બિલને 47 મત મળ્યા અને 53 વિરોધમાં, જેમાં તમામ ડેમોક્રેટ્સ સમર્થક અને રિપબ્લિકન્સ વિરોધી હતા. સોમવારે વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ અને ડેમોક્રેટ નેતાઓ વચ્ચે મુલાકાત થઈ, પરંતુ કોઈ સમાધાન ન નીકળ્યું. આ વિવાદને કારણે બંને પક્ષો એકબીજાને જવાબદાર ઠેરવે છે.

અમેરિકાનું નાણાકીય વર્ષ 1 ઓક્ટોબરથી શરૂ થાય છે, અને નવું બજેટ ન પસાર થવાથી સરકારી કામગીરી બંધ થઈ જાય છે. આનાથી 9 લાખ કર્મચારીઓને રજા પર મોકલવાનું જોખમ છે, આ ઉપરાંત ટ્રમ્પે તેને કાઢી મૂકવાની ધમકી પણ આપી છે. કટોકટી સેવાઓ જેમ કે તબીબી, સરહદ સુરક્ષા અને હવાઈ ટ્રાફિક ચાલુ રહેશે, પરંતુ અન્ય ક્ષેત્રોમાં ખર્ચ ઘટશે. અમેરિકામાં છેલ્લા 50 વર્ષમાં 20 વખત શટડાઉન થયું છે, અને ટ્રમ્પના પહેલા કાર્યકાળમાં ત્રણ વખત. 2019નું 35 દિવસનું શટડાઉન થયું હતું જેમાં દેશના અર્થતંત્રને 25,000 કરોડ રૂપિયાનું નુકસાન કર્યું હતું.

આ અગાઉ અમેરિકામાં શટડાઉનમાં ઘણી વખત શટડાઉન લાગેલું છે, પરંતુ અમુક કિસ્સામાં અમેરિકાએ આકરા પગલા ભરવાની ફરજ પડી હતી. જેમ કે 2013માં કેનેડા સાથે 8,891 કિમી લાંબી સરહદ પર માત્ર એક વ્યક્તિને ડ્યુટી એનાયત કરવામાં આ હતી. આ એક વ્યક્તિ આખી સરહદ પરની સફાઈની જવાબદારી લેતો હતો. વિશ્વયુદ્ધોમાં મૃત્યુ પામેલા 1.5 લાખ અમેરિકન સૈનિકોના 24 કબ્રસ્તાનો (જેમાંથી 20 યુરોપમાં) જાળવણીનો ખર્ચ બંધ થયો, અને તે કબ્રસ્તાનો બંધ થઈ ગયા હતા. જે બાદ 2018માં FBI ડિરેક્ટરે પૈસાની અછતથી કામમાં મુશ્કેલીની ચેતવણી આપી, અને એરપોર્ટ કર્મચારીઓના પગાર ન મળવાથી ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.

આપણ વાંચો:  ફિલિપાઈન્સમાં ભૂકંપે વેર્યો વિનાશ, 27 લોકોના મોત અનેક ઈમારતો ધરાશાયી…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button