ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકાએ અચાનક સીરિયામાં મોટો હવાઈ હુમલો કર્યો છે. સીરિયામાં આવેલા અમેરિકન સૈન્ય મથકો પર 17 ઑકટોબરથી હુમલાઓ કરવામાં આવી રહ્યા હતા. પેન્ટાગોન સ્થિત અમેરિકા્ના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે 17થી 24 ઑક્ટોબર વચ્ચે સીરિયામાં અમેરિકન આર્મી બેઝ પર 13 હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં 21 સૈનિકો ઘાયલ પણ થયા હતા. હવે અમેરિકાએ વળતો જવાબ આપવાનું નક્કી કર્યું છે.
અમેરિકાના હવાઇ હુમલામાં ઈરાન સમર્થિત સશસ્ત્ર જૂથોના અડ્ડાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. ઇઝરાયલ-હમાસ યુદ્ધની વચ્ચે મધ્ય પૂર્વમાં અમેરિકન સૈન્ય મથકો પર ઘણા રોકેટ-મિસાઇલ હુમલાઓ થયા હોવાથી અમેરિકી સેનાએ રાષ્ટ્રપતિ જો બાઇડેનના નિર્દેશ પર આ ઓપરેશન હાથ ધર્યું હતું. સીરિયાથી લઈને ઈરાક સુધી અમેરિકન સૈન્ય મથકો પર હુમલા કરવામાં આવ્યા છે. અમેરિકાએ આ માટે ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડને જવાબદાર ગણાવ્યું હતું.
અમેરિકાના રક્ષા મંત્રી લોયડ ઓસ્ટીને કહ્યું કે રાષ્ટ્રપતિ જો બાઇડેનના નિર્દેશ પર ઉત્તર સીરિયામાં ઈરાન સમર્થિત ઉગ્રવાદી સંગઠનો પર હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે આ જ સંગઠને અમેરિકન સૈન્ય મથકો પર હુમલો કર્યો હતો. અલગ-અલગ હુમલામાં 21 અમેરિકન સૈનિકો ઘાયલ થયા હતા. સંરક્ષણ સચિવ ઓસ્ટીને જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ જો બિડેનના નિર્દેશો પર, યુએસ સૈન્ય દળોએ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ અને પૂર્વ સીરિયામાં સંબંધિત જૂથો દ્વારા ઉપયોગમાં લેવાતા બે બેઝ પર હુમલા કર્યા છે.
અત્યાર સુધીમાં અમેરિકન સૈન્ય ઠેકાણાઓ પર 16થી વધુ ડ્રોન અને રોકેટ હુમલા થઈ ચૂક્યા છે. અમેરિકાએ આ હુમલા માટે ઈરાનને સીધો જવાબદાર ગણાવ્યો છે. 19 ઓક્ટોબરે હુથીએ અમેરિકન સૈન્ય ઠેકાણા એક હવાઈ હુમલો પણ કર્યો હતો જેમાં એવું કહેવાય છે કે ચાર મધ્યમ અંતરની મિસાઈલ અને 15 ડ્રોન હુમલા થયા હતા પરંતુ અમેરિકા અને સાઉદી અરેબિયાએ તેનો નાશ કર્યો હતો. અમેરિકાનું કહેવું છે કે આ હુમલા ઈઝરાયલ માટે હતા.
Taboola Feed