અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી ટાઈ થાય તો કેવી રીતે વિજેતા નક્કી થશે? જાણો | મુંબઈ સમાચાર

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી ટાઈ થાય તો કેવી રીતે વિજેતા નક્કી થશે? જાણો

US Elections 2024: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. આ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે પહેલાંથી જ રસાકસી જોવા મળી રહી છે. મતદાન બાદ રિઝલ્ટ આવશે ત્યારે કોણ વિજેતા બનશે તેના પર સૌની નજર છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાષ્ટ્રપતિ વોટ દ્વારા નહીં પણ ઈલેક્ટોરલ કૉલેજ દ્વારા ચૂંટવામાં આવ છે. કોઈપણ ઉમેદવારને જીતવા માટે 270 ઈલેક્ટોરલ વોટની જરૂર પડશે. હાલ બંને ઉમેદવારો વચ્ચે રસાકસી છે, આ સ્થિતિમાં જો ટાઈ થાય તો કેવી રીતે વિજેતા જાહેર થાય તે જાણીએ.

રાષ્ટ્રપતિ પદ માટેના બંને ઉમેદવારને 269 મત મળે તો આવી સ્થિતિમાં બંને ઉમેદવારો વચ્ચે ટાઈ થશે. અમેરિકાના બંધારણ મુજબ આવી સ્થિતિમાં નિર્ણય કોંગ્રેસના હાથમાં જશે. કોંગ્રેસમાં ચૂંટાયેલા નવા પ્રતિનિધિઓ પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી કરશે.

જો કમલા હેરિસ વિસ્કોન્સિન, મિશિગન, પેન્સિલવેનિયામાં જીતે અને બીજી તરફ જો ટ્રમ્પ જ્યોર્જિયા, એરિઝોના, નેવાડા, નોર્થ કેરોલિનામાં જીતે તથા નેબ્રાસ્કામાંથી કોંગ્રેસનો એક મત મેળવે, તો આવી સ્થિતિમાં બંને વચ્ચે ટાઈ થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં અમેરિકામાં કંટિનજેંસી ચૂંટણીની સ્થિતિ સર્જાઈ છે .

આ પણ વાંચો : અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી નવેમ્બરના પહેલા મંગળવારે જ કેમ થાય છે?

કંટિનજેંસી ચૂંટણીને શું છે જોગવાઈ
જાણકારોનું કહેવું છે કે આવી સ્થિતિમાં કંટિનજેંસી ઈલેક્શન (આકસ્મિક ચૂંટણી) કરાવવી પડે છે. વર્તમાન પરિસ્થિતિમાં આ ચૂંટણી 6 જાન્યુઆરી 2025ના રોજ યોજાઈ શકે છે. આ ચૂંટણી, રાજ્યને એક મતનો અધિકાર છે. દરેક રાજ્યના પ્રતિનિધિઓએ સાથે મળીને મતદાન કરવાનું હોય છે. આ સ્થિતિમાં, અમેરિકન બંધારણ મુજબ, રાજ્ય નાનું હોય કે મોટું તેને ફક્ત એક જ મતનો અધિકાર છે.

બહુમતીનો સિદ્ધાંત કંટિનજેંસી ચૂંટણીમાં પણ લાગુ પડે છે. એટલે કે અમેરિકામાં 50માંથી 26 રાજ્યોમાંથી વોટ મેળવનાર વ્યક્તિ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાય છે. જો આવી સ્થિતિ ઉભી થાય તો વર્તમાન માહોલ મુજબ ટ્રમ્પને ફાયદો થશે. એક તરફ કોંગ્રેસ કે હાઉસ રાષ્ટ્રપતિની પસંદગી કરશે, જ્યારે સેનેટ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરાવે છે. દરેક સેનેટર પાસે એક મતાધિકાર હોય છે અને તેમાં જે જીતે તે ઉપરાષ્ટ્રપતિ બને છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકામા છેલ્લી વખત કંટિનજેંસી ચૂંટણી 1800માં થઈ હતી. તે સમયે થૉમસ જેફરસન અને જૉન એડમ્સમાં ટાઈ પડી હતી.

સંબંધિત લેખો

Back to top button