અમેરિકી રાષ્ટ્રપતિએ દિવાળીની શુભેચ્છાઓ પાઠવી, FBI ડાયરેક્ટર કાશ પટેલ અને અન્ય નેતાઓએ પણ શુભકામનાઓ આપી | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલનેશનલ

અમેરિકી રાષ્ટ્રપતિએ દિવાળીની શુભેચ્છાઓ પાઠવી, FBI ડાયરેક્ટર કાશ પટેલ અને અન્ય નેતાઓએ પણ શુભકામનાઓ આપી

ન્યૂયોર્ક: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રકાશના તહેવાર દિવાળી પર શુભેચ્છાઓ પાઠવી હતી અને કહ્યું હતું કે આ સમય મિત્રો અને પરિવારોને એકસાથે લાવીને ઉજવણી કરવાનો છે. ટ્રમ્પે એક નિવેદનમાં કહ્યું હતું કે “આજે હું પ્રકાશના તહેવાર (દિવાળી)ની ઉજવણી કરી રહેલા દરેક અમેરિકનને મારી શુભકામનાઓ પાઠવું છું.”

અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે “ઘણા અમેરિકનો માટે દિવાળી એ આપણને અંધકાર પર પ્રકાશના વિજયની હંમેશા યાદ અપાવવાનો તહેવાર છે. આ પરિવારો અને મિત્રોને એકસાથે લાવીને ઉજવણી કરવાનો, આશામાંથી શક્તિ મેળવવાનો અને નવીકરણની સ્થાયી ભાવનાને સ્વીકારવાનો પણ છે. લાખો નાગરિકો દીવો પ્રગટાવે છે.

આપણે શાશ્વત સત્યમાં આનંદિત થઈ છીએ કે અસત્ય પર હંમેશાં સત્ય પર વિજય થાય છે. દિવાળી ઉજવતા દરેક અમેરિકન માટે ભગવાન કરે કે આ તહેવાર સ્થાયી શાંતિ, સમૃદ્ધિ, આશા અને શાંતિ લાવે,”

આપણ વાંચો: પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ દિવાળી પર્વે શુભેચ્છા આપતા ટ્રોલર્સનો શિકાર થયા

ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઈ)ના ડિરેક્ટર કાશ પટેલે સોમવારે વિશ્વભરના લોકોને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી અને તેને અસત્ય પર સત્યનો વિજયનો ઉત્સવ ગણાવ્યો હતો. તેમણે એક ‘એક્સ’ પોસ્ટમાં કહ્યું હતું કે “હેપ્પી દિવાળી, દુનિયાભરમાં ઉજવાતો પ્રકાશનો તહેવાર, જે અસત્ય પર સત્યના વિજયનું પ્રતિક છે. દરેકને દિવાળીની શુભકામનાઓ”

એફબીઆઈનું નેતૃત્વ કરનારા પ્રથમ ભારતીય અમેરિકન બનેલા પટેલે આ વર્ષની શરૂઆતમાં ભગવદ ગીતા પર હાથ રાખીને પદના શપથ લીધા હતા. તેમની નિમણૂક યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારતીય-અમેરિકન સમુદાય માટે એક ઐતિહાસિક ક્ષણ હતી. પટેલે પોતાના મેસેજનમાં દિવાળીના વૈશ્વિક ઉજવણીનો સ્વીકાર કર્યો, જે હિન્દુઓ, શીખો, જૈનો અને બૌદ્ધો માટે સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે. આ તહેવાર અંધકાર પર પ્રકાશ અને અસત્ય પર સત્યના વિજયનું પ્રતિક છે.

આપણ વાંચો: પીએમ મોદીનો દિવાળી સંદેશ: ‘વિકસિત ભારત’ના સંકલ્પ સાથે દેશવાસીઓને લખ્યો પત્ર

ભારત અને વિશ્વભરમાં લાખો લોકો પરંપરાગત દીવા, મીઠાઈઓ અને કૌટુંબિક મેળાવડા સાથે દિવાળી ઉજવે છે. અન્ય એક અગ્રણી રિપબ્લિકન નેતા અને ઓહાયો ગવર્નર પદના ઉમેદવાર વિવેક રામાસ્વામીએ પણ ‘એક્સ’ પર તેમની શુભેચ્છાઓ પોસ્ટ કરી હતી.

તેમણે લખ્યું હતું કે “હેપ્પી દિવાળી, અંધકાર પર પ્રકારની જીત થાય.” ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે સપ્તાહના અંતે ઓસ્ટિનમાં તેમના નિવાસસ્થાને દિવાળીની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં હ્યુસ્ટન, ડીસીમાં ભારતના કોન્સ્યુલ જનરલ મંજુનાથ પણ હાજર રહ્યા હતા.

હ્યુસ્ટનમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે ‘એક્સ’ પર પોસ્ટમાં લખ્યું હતું કે, “ટેક્સાસના ઓસ્ટિનમાં ગવર્નરના નિવાસસ્થાને દિવાળી 2025ની ઉજવણી! ભારતીય-અમેરિકન સમુદાય સાથે દિવાળી ઉજવવાની આ સુંદર પરંપરા ચાલુ રાખવા અને પ્રકાશ અને એકતાની ભાવના ફેલાવવા બદલ ગવર્નરનો હૃદયપૂર્વક આભાર.”

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button