ટ્રમ્પની પુતિન સાથેની બેઠક બાદ હવે ઝેલેન્સ્કી સાથે મુલાકાત: યુદ્ધવિરામ માટે દબાણ થશે? | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

ટ્રમ્પની પુતિન સાથેની બેઠક બાદ હવે ઝેલેન્સ્કી સાથે મુલાકાત: યુદ્ધવિરામ માટે દબાણ થશે?

ઝેલેન્સ્કી-ટ્રમ્પ બેઠક: યુક્રેનના રાષ્ટ્રપતિ કેમ એકલા જશે નહીં

કિવ, યુક્રેન: યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સોમવારે મુલાકાત કરવા વોશિંગ્ટન જશે. ઝેલેન્સ્કી અને ટ્રમ્પની બેઠકમાં શું ચર્ચા થશે તેની પર વિશ્વભરના દેશોની નજર રહેશે. ડોનાલ્ડ ટ્રમ્પની પુતિન સાથેની મુલાકાત બાદ હવે ઝેલેન્સ્કી સાથે બેઠક થઈ રહી છે. ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે વર્ષોથી ચાલી રહેવા યુદ્ધને રોકવા માટે મધ્યસ્થી કરી શકે છે, પરંતુ મહત્ત્વની વાત એ પણ છે કે, ડોનાલ્ડ ટ્રમ્પને મળવા માટે ઝેલેન્સ્કી એકલા નથી જવાના અને તેમની સાથે બીજા નેતાઓ પણ ઉપસ્થિત રહેશે.

ઝેલેન્સ્કી સાથે યુરોપિયન નેતાઓ પણ હાજર રહેશે

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આ બેઠક દરમિયાન કેટલાક અન્ય યુરોપિયન નેતાઓ પણ ઝેલેન્સ્કી સાથે હાજર રહેશે. નોંધનીય છે કે જ્યારે ટ્રમ્પ અને ઝેલેન્સ્કી ગયા વખતે મળ્યા હતા, ત્યારે બધું બરાબર નહોતું. યુરોપિયન નેતાઓ પહેલાથી જ સતર્ક છે જેથી આ વખતે પણ આવી પરિસ્થિતિ ઊભી ન થાય. ટ્રમ્પ અને પુતિનની બેઠકમાં બંને વચ્ચે કોઈ સમજૂતી થઈ શકી નહોતી. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે પુતિનને ગઈ કાલની બેઠકમાં યુદ્ધ રોકવા માટે યુક્રેન પાસે મોટો જમીનનો પ્લોટ માંગ્યો હોવાની શક્યતાઓ છે.

આપણ વાંચો: Trump Vs Zelenskky: ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચેના વિવાદ અંગે અમેરિકન્સે શું કહ્યું?

ડોનાલ્ડ ટ્રમ્પ ઝેલેન્સ્કી પર કોઈ દબાણ કરી શકે છે

પુતિન સાથે કરેલી બેઠક બાદ હવે યુદ્ધ રોકવા માટે ઝેલેન્સ્કીને ચર્ચા કરવા માટે બોલાવ્યાં છે. પ્રશ્ન એ પણ છે કે, યુદ્ધ રોકવા માટે શું ટ્રમ્પ ઝેલેન્સ્કી પર કોઈ દબાવ તો નહીં કરે ને? ટ્રમ્પના રવૈયાથી સૌથી કોઈ વાકેફ છે. ટ્રમ્પના ડરના કારણે જ ઝેલેન્સ્કી સાથે યુરોપના કેટલાક નેતાઓ પણ ટ્રમ્પને મળવાના છે.

આપણ વાંચો: રશિયા સાથે વેપાર પર નાટોની ચેતવણી, ‘ચીન બ્રાઝિલ અને ભારત રશિયા સાથે વેપાર બંધ કરો નહિં તો…’

ઝેલેન્સકી યુદ્ધવિરામ માટે પુતિનની શરતોને માનશે?

અમેરિકામાં થોડા સમય પહેલા પણ ઝેલેન્સકી સાથે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત થઈ હતી. તે મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પનો ઝેલેન્સકી સાથે વ્યવહાર ખૂબ જ ખરાબ રહ્યો હતો. હવે આ બેઠકમાં શું નિષ્કર્ષ આવશે તેના વિશે કોઈ અંદાજ લાગવી શકાય તેમ નથી. શું ઝેલેન્સકી યુદ્ધ વિરામ માટે પુતિનની શરતોને માનશે કે પછી હજી પણ યુદ્ધ યથાવત રહેશે? વિશ્વના અન્ય દેશો ઈચ્છી રહ્યાં છે કે, હવે આ યુદ્ધનો અંત આવવો જરૂરી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button