ઇન્ટરનેશનલ

અમેરિકામાં હડતાળને કારણે પાકિસ્તાન, ચીનની ઊંઘ હરામ, જાણો શું છે મામલો?

અમેરિકામાં 50,000થી વધુ ઈસ્ટ અને ગલ્ફ કોસ્ટના પોર્ટ વર્કર્સ હડતાળ પર છે. તેમનો વર્તમાન કોન્ટ્રાક્ટ 30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઇ ગયો છે. તેમના સંગઠન ILAએ જૂનમાં જ યુનાઇટેડ સ્ટેટ્સ મેરીટાઇમ એલાયન્સ સાથેની વાતચીત સ્થગિત કરી દીધી હતી. યુનિયનના સભ્યોને પ્રતિ કલાક 20 થી 37 અમેરિકન ડોલર સુધીનું વેતન મળે છે. તેઓ આગામી છ વર્ષમાં તેમાં 32 ટકા વધારો ઈચ્છે છે. એવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે કે જો આ હડતાળ જો એક મહિના સુધી ચાલુ રહેશે તો તેનાથી અમેરિકાને 130 અબજ ડોલરનું નુકસાન થઈ શકે છે. ઈસ્ટ અને ગલ્ફ કોસ્ટના આ બંદરો ખાસ કરીને કૃષિ ઉત્પાદનોની આયાત માટે મહત્વપૂર્ણ છે. દેશ માટે મોટો ભાગનો ખાદ્ય પુરવઠાની આયાત અને નિકાસ આ બંદરોથી જ કરવામાં આવે છે. દેશમાં 1977 પછી આ પહેલીવાર છે જ્યારે આટલી મોટી સંખ્યામાં કામદારો હડતાળ પર છે.

આ બંદરો દ્વારા માલસામાનની આયાત કરતી કંપનીઓમાં Walmart, Ikea, Home Depot, Dollar General અને Amazonનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દેશની મોટા ભાગની નિકાસ પણ આ બંદરો પર નિર્ભર છે. આ બંદરો પરથી જ ચીન, ઇન્ડોનેશિયા, વિયેતનામ, તાઇવાન, તુર્કી, પાકિસ્તાનને નિકાસ કરવામાં આવે છે. અમેરિકાથી પાકિસ્તાનમાં કરવામાં આવતી નિકાસના 81 ટકા આ બંદરો પરથી થાય છે.

આ પણ વાંચો : યુદ્ધના સમયે પણ Bharat શાંતિના પક્ષે: વાતચીત દ્વારા ઉકેલ લાવવા અપીલ

આ ઉપરાંત અમેરિકામાં થતી આયાત પણ મોટે ભાગે આ પોર્ટ પરથી જ થાય છે. દર વર્ષે આ બંદરો પરથી 38 લાખ મેટ્રિક ટન કેળાની આયાત કરવામાં આવે છે જે અમેરિકાની કુલ આયાતના 75 ટકા છે. તેવી જ રીતે, 90 ટકા ચેરી, 85 ટકા તૈયાર ખોરાક, 82 ટકા મરી અને 80 ટકા ચોકલેટની આયાત પણ આ પોર્ટ્સ પરથી જ કરવામાં આવે છે. પોર્ટવર્ક્સોની હડતાળને કારણે દેશમાં ફુગાવો વધી શકે છે, જેની અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પણ પડી શકે છે. આ હડતાળ ચીન, પાકિસ્તાન સહિત અનેક દેશોને અસર કરી શકે છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત