100 કિમી દૂરથી ભારતીય વિમાનોને નિશાન બનાવે એવી મિસાઈલ અમેરિકા પાકિસ્તાનને આપશે…

નવી દિલ્હી: ભારતીય સશસ્ત્ર દળોએ મે મહિનાની શરૂઆતમાં પાકિસ્તાન અને PoKમાં આવેલા આતંકવાદી ઠેકાણાં પર એરસ્ટ્રાઈક કરી હતી. ત્યાર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસ લશ્કરી સંઘર્ષ ચાલ્યો હતો, જેમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની કમર તોડી નાખી હતી. આ સંઘર્ષ બાદ પાકિસ્તાન “જગતજમાદાર” યુનાઈટેડ સાથે સંબંધો વધુ ગાઢ બનાવી રહ્યું છે. એવામાં અહેવાલ છે કે યુએસ પાકિસ્તાનને ઘાતક મિસાઈલ સપ્લાય કરવા જઈ રહ્યું છે.
એક અહેવાલ મુજબ યુએસ અને પાકિસ્તાન વચ્ચે AIM-120 AMRAAM મિસાઇલો માટે સોદો થયો છે. આ અદ્યતન મિસાઇલો દૂરથી દુશ્મનના વિમાનને હવામાં જ તોડી પાડવા સક્ષમ છે.
આ કંપનીને મળ્યો કોન્ટ્રાક્ટ:
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સે તાજેતરમાં હથીયારો બનાવતી રેથિયોન કંપની સાથે એક મોટો કોન્ટ્રાક્ટ કાર્ય છે. જેમાં આ મિસાઇલોના C8 અને D3 વર્ઝનના ઉત્પાદન માટે વધારાના $41.6 મિલિયન આપવામાં આવ્યા છે, જ્યારે આ સોદાની કૂલ રકમ $2.51 બિલિયન છે. આ સોદા હેઠળ જે મિસાઈલોનું ઉત્પાદન થશે એ પાકિસ્તાન, બ્રિટન, પોલેન્ડ, જર્મની અને ઓસ્ટ્રેલિયા સહિત 30 થી વધુ દેશો સપ્લાય કરવામાં આવશે. રેથિયોન મે 2030 પહેલા આ હથીયારો પુરા પાડશે.
પાકિસ્તાની વાયુ સેનાની તાકાત વધશે:
આ સોદા અંતર્ગત પાકિસ્તાનને કેટલી મિસાઇલો મળશે એ હજુ સ્પષ્ટ નથી. અહેવાલો અનુસાર પાકિસ્તાની વાયુસેનાના F-16 વિમાનો અપગ્રેડ કરવા માટે આ મિસાઈલોનો ઉપયોગ કરવામ આવશે. પાકિસ્તાન પાસે AIM-120 AMRAAMના C5 વર્ઝનની 500 મિસાઈલ છે, હવે પાકિસ્તાનની વાયુ સેનાને C8 વર્ઝન મળશે.
ભારત માટે ચિંતા વધશે:
પાકિસ્તાનને આ મિસાઈલ મળવાથી ભારત માટે ચિંતા વધી શકે છે. કેમ કે F-16 વિમાનો પર લાગેલી AIM-120 મિસાઈલ 100 કિલોમીટર વિમાનોને તોડી પાડવામાં સક્ષમ છે.
વર્ષ 2019માં બાલાકોટ એર સ્ટ્રાઈક દરમિયાન ભારતીય મિગ-21 ને તોડી પાડવા માટે આ જ મિસાઈલનો ઉપયોગ કર્યો હતો. હવે મિસાઈલનું નવું વર્ઝન મળવાથી પાકિસ્તાની વાયુસેનાને વધુ મજબૂત બનશે.
આ પણ વાંચો…દોસ્તીનો નવો અધ્યાય શરૂ, પાકિસ્તાનથી રેર અર્થ મિનરલ્સનું પહેલું શિપમેન્ટ અમેરિકા મોકલાયું