ન્યુયોર્કના મેનહટનમાં ફાયરિંગ, પોલીસ અધિકારી સહિત પાંચના મોત | મુંબઈ સમાચાર

ન્યુયોર્કના મેનહટનમાં ફાયરિંગ, પોલીસ અધિકારી સહિત પાંચના મોત

અમેરિકાના ન્યુયોર્કના મેનહટનમાં સોમવારે મોડી સાંજે ફાયરિંગની ઘટના બની છે. જેમાં એક બિલ્ડીંગની ઓફીસમાં ગોળીબારમાં પાંચ લોકોના મોત થયા છે. આ ગોળીબારમાં માર્યા ગયેલામાં એક ઓફ ડ્યુટી પોલીસ અધિકારીનો પણ સમાવેશ થાય છે. આ હુમલા બાદ લોકોના ભયનો માહોલ જોવા મળ્યો છે.

હુમલાખોરે આત્મહત્યા કરી લીધી

આ ફાયરિંગની ઘટના અંગે ન્યુયોર્ક પોલીસે આપેલી માહિતી મુજબ, આ હુમલાખોરની ઓળખ નેવાડાના શેન તુમરા તરીકે થઈ છે. તેણે પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. તેની પાસેથી લાસ વેગાસના કનસીલ્ડ કેરી પરમીટ સહિત કેટલાક ઓળખપત્રો મળી આવ્યા છે.

આ ઘટના બાદ લોકોમાં ભય ફેલાયો

આ અંગે ન્યુયોર્ક ફાયર વિભાગે જણાવ્યું હતું કે સોમવારે સાંજે 6. 30 વાગ્યેની આસપાસ પાર્ક એવન્યુ બિલ્ડીંગમાં ફાયરિંગની માહિતી મળી હતી. આ બિલ્ડીંગમાં ફાઈનાન્સ કંપનીઓ અને નેશનલ ફૂટબોલ લીગની ઓફિસો છે. આ અંગે જેસિકા ચેન નામની મહિલાએ જણાવ્યું હતું કે તે અનેક લોકો સાથે બીજા માળે એક પ્રેઝન્ટેશન નિહાળી રહી હતી ત્યારે તેમને ફાયરિંગનો અવાજ સંભળાયો હતો. આ ઘટના બાદ લોકોમાં ભય ફેલાયો હતો. તેમજ લોકો એક કોન્ફરન્સ રૂમમાં દોડીને ગયા હતા. તેમજ ટેબલની આડ કરીને દરવાજો બંધ કરી દીધો હતો.

અનેક લોકોને ઈજા પણ પહોંચી

જયારે ન્યુયોર્કના મેયર એરિક એડમ્સે જણાવ્યું હતું કે આ ઘટનામાં અનેક લોકોને ઈજા પણ પહોંચી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરીને લોકોને પોલીસ તપાસ પૂર્ણ ના થાય ત્યાં સુધી પોતાના સ્થાને જ રહેવા અપીલ કરી હતી. તેમજ તે હોસ્પિટલ જઈ રહ્યા છે જ્યાં ઘાયલો અને તેમના પરિવારજનોને મદદ કરી શકે.

આ પણ વાંચો….અમદાવાદમાં રૂપિયાની લેતીદેતી બાબતે બિલ્ડર પર ફાયરિંગ, તપાસનો ધમધમાટ શરૂ

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button