હવે પાકિસ્તાનીઓ અને અફઘાન લોકો અમેરિકામાં પ્રવેશ નહીં કરી શકે! ટ્રમ્પ કરી શકે છે જાહેરાત

વોશિંગ્ટન ડીસી: બીજી વાર યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ઈમિગ્રેશન પોલીસીમાં ધરખમ ફેરફાર કરી રહ્યા છે. અમેરિકામાં ગેરકાયદે વસતા વિવિધના ઇમિગ્રન્ટ્સને ડીપોર્ટ કરવામાં આવી રહ્યા છે, યુએસના વિઝા માટેના નિયમો પણ કડક બનાવવામાં આવી રહ્યા છે. એવામાં ટ્રમ્પ વહીવટીતંત્ર અફઘાનિસ્તાન અને પાકિસ્તાનન લોકોને યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશ કરતા રોકવા માટે ટ્રાવેલ બેન (Travel ban on Pakistanis and Afghans) લાગુ કરી શકે છે.
એક અહેવાલમાં સૂત્રોએ ટાંકીને જણાવવામાં આવ્યું કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પ્રસ્તાવિત નવા ટ્રાવેલ બેન પર વિચારણા કરવામાં આવી રહી છે, જે અંતર્ગત અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના લોકો આગામી અઠવાડિયાથી યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશ કરી શકશે નહીં.
આ દેશો પર પણ લાગશે પ્રતિબંધ:
અહેવાલમાં અધિકારીને ટાંકીને લખવામાં આવ્યું છે કે ચોક્કસ દેશોનના સુરક્ષા જોખમોની સમીક્ષા કર્યા બાદ, ટ્રાવેલ બેન અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. આ દેશોમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ઉપરાંત અન્ય દેશોનો પણ સમાવેશ થઈ શકે છે. જોકે આં અંગે સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.
ડોનાલ્ડ ટ્રમ્પે ઓક્ટોબર 2023માં એક ગાઝા, લિબિયા, સોમાલિયા, સીરિયા અને યમન જેવા દેશો તેમજ સુરક્ષા જોખમો ધરવતા અન્ય દેશોથી ઇમિગ્રેશન પર પ્રતિબંધ મૂકવાનું વચન આપ્યું હતું.
અફઘાન લોકોને મોટો ફટકો:
જો ટ્રાવેલ બેન લાગુ થશે તો જેમને શરણાર્થી અથવા સ્પેશિયલ ઇમિગ્રન્ટ વિઝા (SIV) હેઠળ યુએસમાં પુનર્વસન માટે મંજૂરી આપવામાં આવી છે, તેવા હજારો અફઘાન લોકો મોટો ફટકો પડી શકે છે. અફઘાનિસ્તાનમાં બે દાયકાથી ચાલતા યુદ્ધ દરમિયાન આ લોકોએ કથિત રીતે યુએસને મદદ કરવાનો પ્રયાસો કર્યો હતો, જેને કારણે અફઘાનિસ્તાનની હાલની તાલિબાન સરકાર આ લોકો સામે બદલો લઇ શકે છે.
આ પણ વાંચો…દક્ષિણ અમેરિકન દેશ ચિલીમાં 6.1ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ; જાણો સુનામી અંગે શું કહ્યું એજન્સીએ
હાલમાં, યુએસમાં પુનર્વસન માટે મંજૂરી આપવામાં આવી હોય અથવા તેમની શરણાર્થી અથવા SIV અરજીઓ બાકી તેવા અફઘાનિસ્તાનના લગભગ 2,00,000 લોકો છે. ડોનાલ્ડ ટ્રમ્પના જાન્યુઆરીમાં શરણાર્થીઓના પ્રવેશ અને તેમની ફ્લાઇટ્સ માટે વિદેશી સહાય ભંડોળ સ્થગિત કરવાના આદેશને પગલે, ઘણા લોકો અફઘાનિસ્તાન અને અન્ય દેશોમાં ફસાયેલા છે, જેમાં લગભગ 20,000 પાકિસ્તાનનીઓનો પણ સમાવેશ થાય છે.
અગાઉના એક અહેવાલ મુજબ, સ્ટેટ ડીપાર્ટમેન્ટને એપ્રિલ સુધીમાં અફઘાન રિલોકેશન ઓફિસ બંધ કરવાની તૈયારી કરવાનું કામ પણ સોંપવામાં આવ્યું છે.
જાન્યુઆરીમાં, ડોનાલ્ડ ટ્રમ્પે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર જાહેર કર્યો હતો જેમાં યુએસ પ્રવેશ મેળવવા માંગતા વિદેશી નાગરિકોની સમીક્ષા ફરજિયાત કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય સુરક્ષા જોખમોની ઓળખ કરવો છે.