અમેરિકા આજથી લાગુ કરશે ભારત સહિત અનેક દેશો પર રેસિપ્રોકલ ટેરિફ, વ્હાઇટ હાઉસે કરી જાહેરાત…

નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આજે 2 એપ્રિલના રોજ ભારત સહિત અનેક દેશો પર રેસિપ્રોકલ ટેરિફનો પ્લાન જાહેર કરશે. જેના પગલે ભારતની ચિંતામા વધારો થયો છે. તેમજ આ ટેરિફ તાત્કાલિક રીતે અમલમાં આવશે. આ અંગે વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ મંગળવારે તેમના વેપાર સલાહકારો સાથે ટેરિફ યોજનાને અંતિમ સ્વરૂપ આપવામાં વ્યસ્ત છે.
ડોનાલ્ડ ટ્રમ્પ તેમની વેપાર અને ટેરિફ ટીમ સાથે વ્યસ્ત
વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની વેપાર અને ટેરિફ ટીમ સાથે અમેરિકન વર્કરો માટે યોગ્ય નીતિની માટે કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આ વિશે વધુ માહિતી 24 કલાકમાં ઉપલબ્ધ થશે. લેવિટે એ પણ સંકેત આપ્યો કે ટ્રમ્પ એવા દેશો અને કંપનીઓ સાથે વાટાઘાટો કરવા તૈયાર છે જે ઓછા ટેરિફ ઇચ્છે છે અને ઘણા દેશોએ રાષ્ટ્રપતિનો સંપર્ક કરી ચૂક્યા છે.
તેમણે વધુમા જણાવ્યું કે, રાષ્ટ્રપતિ હંમેશા નિર્ણયો લેવા અને વાટાઘાટો કરવા તૈયાર હોય છે, પરંતુ તેઓ અમેરિકન વર્કરોને યોગ્ય મહત્વ મળે તે સુનિશ્ચિત કરવા માટે ખૂબ જ ચિંતિત છે. તેઓ ભૂતકાળની ભૂલોને સુધારવા માટે કામ કરી રહ્યા છે.
વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં જાહેરાત કરવામાં આવશે
રાષ્ટ્રપતિ ટ્રમ્પે મુક્તિ દિવસના અવસર પર રેસિપ્રોકલ ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ જાહેરાત બુધવારે સાંજે 4 વાગ્યે (સ્થાનિક સમય) વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં કરવામાં આવશે. ટ્રમ્પે 20 જાન્યુઆરીથી અનેક આયાત જકાત લાદી છે જેમાં કેનેડા અને મેક્સિકોથી થતી આયાત પર જકાત, ધાતુઓ પર જકાત અને તાજેતરમાં ઓટોમોબાઇલ્સ પર જકાતનો સમાવેશ થાય છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે કાર પર કાયમી ટેરિફ આ ગુરુવારથી લાગુ થશે.
આ પણ વાંચો : શું ટ્રમ્પ અને પુતીનના વાંકે ભારતે દંડાવુ પડશે? આ કારણોસર પેટ્રોલના ભાવ વધવાની શક્યતા…