US Election: ડોનાલ્ડ ટ્રમ્પે છેલ્લી રેલીમાં શું કર્યું, જોઈ લો વીડિયો…

વોશિંગ્ટનઃ અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી (US Election)ની ઘડીઓ આખરે આવી ગઈ. અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે જેની તૈયારીઓ ચાલી રહી હતી તેના માટે વોટિંગ શરુ કરવામાં આવ્યું હતું. મંગળવારે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની અંતિમ રેલીમાં દેશના સૌથી લોકપ્રિય રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન સાથે કરી હતી.
ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે મિશિગન ખાતે પોતાની અંતિમ રેલીમાં ડોનાલ્ડ ટ્રમ્પ ઝૂમી ઊઠ્યા હતા. મંચ પર લગભગ બે કલાક સુધી સંબોધન આપ્યું હતું, ત્યારબાદ સ્ટેજ પરથી નીચે ઉતરીને લોકોની વચ્ચે જઈને ડાન્સ પણ કર્યો હતો. લોકોનું અભિવાદન કરીને લોકપ્રિય પોપ સોંગ પર વાયએમસીએમાં ડાન્સ પણ કર્યો હતો, જેમાં લોકોને તેમની સ્ટાઈલ પસંદ પડી હતી, જ્યારે સેલ્ફી પણ લીધી હતી. ટમ્પના ડાન્સ સાથેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થયો હતો, તેના પર લોકોએ અવનવી પ્રતિક્રિયા આપી હતી.
આ પણ વાંચો :US Elections 2024: કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ પાસે કેટલી છે સંપત્તિ?
ચોંકાવનારી વાત એ હતી કે અમેરિકાના સૌથી લોકપ્રિય રાષ્ટ્રપતિમાં અબ્રાહમ લિંકન સાથે પોતાની તુલના કરીને ટમ્પે તેમના સમકક્ષ ગણાવ્યા હતા. જોકે, આવું પહેલી વાર બન્યું નહોતું, પરંતુ અગાઉ પણ ટમ્પે તેમની તુલના અબ્રાહમ લિંકન સાથે કરી હતી. અગાઉ તેમણે કહ્યું હતું કે હું તમારો ઓલટાઈમ ફેવરેટ પ્રેસિડન્ટ છું, જે લિંકન અને જ્યોર્જ વોશિંગ્ટનથી શ્રેષ્ઠ છે.
એ વખતે ટ્રમ્પે ચીનના મુદ્દા પર રાષ્ટ્રપતિ બાઈડેનની પણ મજાક ઉડાવવામાં આવી હતી. રેલીમાં કહ્યું હતું કે માની લો કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ યુદ્ધ અથવા તાઈવાનને લઈ અમેરિકા સાથે વાત કરવા ઈચ્છે છે તો તેઓ કોને ફોન કરશે? અમેરિકાની આ સમસ્યા છે. અહીં કોઈ છે કે નહીં, જેને કોલ કરવામાં આવે. આ સંજોગોમાં તેઓ શક્ય છે કે ચીનને કોલ કરે એમ કહીને તેમણે બાઈડેનની મજાક ઉડાવી હતી.