અમેરિકા અને ચીનના ટ્રેડ વોર વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પનો યુ ટર્ન, કહી આ વાત

નવી દિલ્હી : અમેરિકા અને ચીન વચ્ચે ઘણા દિવસોથી ચાલી રહેલા ટ્રેડ વોર વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મહત્વનું નિવેદન આવ્યું છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પનું ચીન પ્રત્યેનું નરમ વલણ જોવા મળ્યું છે. તેમણે હવે ચીન સાથે યોગ્ય વેપાર કરાર કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અમેરિકાએ ચીન પર લાદેલા અસહય ટેરિફ બાદ ચીને પણ અમેરિકા પર ટેરિફ લગાવ્યો હતો. જેની બાદ અમેરિકાએ ચીન પર ટેરિફ વધારીને 245 ટકા કરી દીધો છે. મીડિયા અહેવાલ અનુસાર હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, અમે ચીન સાથે ખૂબ જ સારો વેપાર કરાર કરીશું.
ઇટલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીની વ્હાઇટ હાઉસની મુલાકાત
મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે એમ પણ કહ્યું કે તેમને લાગે છે કે અમેરિકાને યુરોપ કે અન્ય કોઈ સાથે સોદો કરવામાં બહુ ઓછી સમસ્યા થશે. ઇટલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીની વ્હાઇટ હાઉસની મુલાકાત દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિની આ ટિપ્પણી પ્રકાશમા આવી. જ્યાં તેમણે રેસિપ્રોકલ ટેરિફ પર 90 દિવસનો સમય સમાપ્ત થાય તે પહેલાં યુરોપિયન યુનિયન સાથે વેપાર કરાર થવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો.
અમેરિકામાં ખાંડની નિકાસ પર 145 ટકા ટેરિફ
અમેરિકામાં ખાંડની નિકાસ પર અત્યાર સુધી 145 ટકા ટેરિફ લાદવામાં આવતો હતો. વ્હાઇટ હાઉસના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કે ચીન હવે અમેરિકામાં થતી આયાત પર 245 ટકા સુધીના ટેરિફનો સામનો કરી રહ્યું છે.
આ પણ વાંચો: ટ્રમ્પના ‘આકરા તેવર’ સામે ડ્રેગન ઝૂક્યુંઃ કહ્યું અમે વાતચીત માટે તૈયાર પણ…
અમેરિકાએ શરૂ કર્યું ટેરિફ વોર
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને કહ્યું કે તેમણે યુએસને ટેક્સ દરના આંકડા વિશે પૂછવું જોઈએ. લિને કહ્યું કે ચીને ટેરિફ મુદ્દે વારંવાર પોતાનું ગંભીર વલણ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે ટેરિફ યુદ્ધ અમેરિકા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અને બેઇજિંગે તેના કાયદેસર અધિકારો અને હિતોનું રક્ષણ કરવા અને આંતરરાષ્ટ્રીય ન્યાય પ્રતિકૂળ પગલાં લીધાં છે.
ચીન ટેરિફ વોરથી ડરતું નથી
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને કહ્યું કે ટેરિફ અને ટ્રેડ વોરમા કોઈ વિજેતા નથી. જોકે, તેમણે કહ્યું કે ચીન આ ટેરિફ વોરથી દૂર રહેવા માંગે છે. પરંતુ તેનાથી ડરતું પણ નથી. તેમણે કરાર કરીને અવરોધોને દૂર કરવાની ચીનની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.