ઇન્ટરનેશનલ

US Tariff : અમેરિકાએ રેસિપ્રોકલ ટેરિફ લાદતા પૂર્વે કરી આ મોટી સ્પષ્ટતા…

વોશિંગ્ટન: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત બાદ 2 એપ્રિલથી ભારત સહિત અનેક દેશો પર અમેરિકા રેસિપ્રોકલ ટેરિફ(US Tariff)લાદશે. જોકે, આ પૂર્વે વ્હાઇટ હાઉસે રેસિપ્રોકલ ટેરિફ લાદવા મુદ્દે સ્પષ્ટતા કરી છે. આ અંગે વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરોલિન લેવિટે જણાવ્યું છે કે, ભારત અમેરિકન કૃષિ ઉત્પાદનો પર 100 ટકા ટેરિફ લાદે છે અને અન્ય દેશો દ્વારા લાદવામાં આવતી ઊંચી ડ્યુટીને કારણે અમેરિકન ઉત્પાદનોને તે દેશોમાં નિકાસ કરવાનું લગભગ અશક્ય બનાવે છે.

અમેરિકા માટે મુક્તિ દિવસ હશે

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને અન્ય દેશો દ્વારા અમેરિકન માલ પર લાદવામાં આવેલા ઊંચા ટેરિફની વારંવાર ટીકા કરી છે. તેઓ 2 એપ્રિલના રોજ રેસિપ્રોકલ ટેરિફની શરૂઆત કરશે. જે તેમના મતે અમેરિકા માટે મુક્તિ દિવસ હશે. દુર્ભાગ્યપૂર્ણ રીતે આ દેશો ઘણા લાંબા સમયથી આપણા દેશને લૂંટી રહ્યા છે. મને લાગે છે કે આ દેશોએ અમેરિકન કામદારો પ્રત્યેનો પોતાની ધૃણા વ્યક્ત કરી છે.

આ પણ વાંચો: શું ટ્રમ્પ અને પુતીનના વાંકે ભારતે દંડાવુ પડશે? આ કારણોસર પેટ્રોલના ભાવ વધવાની શક્યતા…

યુએસ ઉત્પાદનોની આયાત કરવાનું લગભગ અશક્ય બને છે

તેમણે વધુમાં જણાવ્યું છે કે, જો તમે અયોગ્ય વેપાર પ્રથાઓ પર નજર કરશો તો, યુરોપિયન યુનિયન યુએસ ડેરી પ્રોડક્ટ પર 50 ટકા ટેરિફ અને જાપાનમા યુએસ ચોખા પર 700 ટકા ટેરિફ લગાવવામાં આવે છે. અમેરિકી કૃષિ ઉત્પાદનો પર ભારતમાં 100 ટકા ટેરિફ અને કેનેડા યુએસ માખણ અને ચીઝ પર લગભગ 300 ટકા ટેરિફ લગાવે છે.

આનાથી આ બજારોમાં યુએસ ઉત્પાદનોની આયાત કરવાનું લગભગ અશક્ય બને છે અને તેણે છેલ્લા કેટલાક દાયકાઓમાં ઘણા અમેરિકનોને વ્યવસાયથી બહાર અને બેરોજગાર બનાવ્યા છે.તેમણે કહ્યું ઘણા દેશો દ્વારા લાદવામાં આવેલા ઊંચા ટેરિફની યાદી આપ્યા પછી લેવિટે ભારત, જાપાન અને અન્ય દેશો દ્વારા લાદવામાં આવેલા ટેરિફ દર્શાવતો ચાર્ટ બતાવ્યો હતો.

આ પણ વાંચો:‘…તો ઈરાન પર બોમ્બમારો કરીશું’ ડોનાલ્ડ ટ્રમ્પે આપી આવી ધમકી…

રેસિપ્રોકલ ટેરિફ દેશ માટે ગેમ ચેન્જર

કેરોલિન લેવિટે વધુમાં જણાવ્યું કે હવે રેસિપ્રોકલ ટેરિફ લાદવાનો સમય આવ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ દ્વારા લોકો માટે યોગ્ય કાર્ય કરવા માટે ઐતિહાસિક ફેરફારો કરવાનો સમય છે જે બુધવારે થવાનું છે. આ મહિનાની શરૂઆતમાં જ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે હાલના ટેરિફ કામચલાઉ અને ઓછા છે, પરંતુ મુખ્ય ટેરિફ રેસિપ્રોકલ હશે તે 2 એપ્રિલથી અમલમાં આવશે. જે દેશ માટે મોટો ગેમ-ચેન્જર બનશે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જાહેરાત કરશે

આ ઉપરાંત તેમણે રેસિપ્રોકલ ટેરિફ કયા દેશ પર કેટલો લાદવામાં આવશે તે અંગે વધુ સ્પષ્ટતા ના કરી. તેમણે જણાવ્યું કે હું આની જાહેરાત અમેરિકન લોકો સાથે ન્યાયી વર્તન થાય તે સુનિશ્ચિત કરવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કરવા દઈશ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button