અમેરિકાના ટ્રેડ વોર સામે ચીને એવી ચાલી ચાલ કે અમેરિકાની થશે ઊંઘ હરામ, જાણો શું લીધું પગલું?

વોશિંગ્ટન: ડોનાલ્ડ ટ્રમ્પના નવા નવા નિર્ણયો અને નવી વેપાર નીતિને લઈને અમેરિકા અને ચીન વચ્ચે વિવાદ વધી રહ્યો છે. બંને દેશો એકબીજા પર સતત ટેરિફ વધારી રહેલા આ દેશો હવે AI ના મુદ્દા પર પણ સામસામે આવી ગયા છે. એવા અહેવાલો મળી રહ્યા છે કે ચીનની દિગ્ગજ ટેક કંપની હુઆવેઇ ટેક્નોલોજીસે (Huawei Technologies) એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોન્ચ કર્યું છે, જે અમેરિકાની ચિપ મેન્યુફેક્ચરિંગ કંપની Nvidia ને સીધી ટક્કર આપી શકે છે. આ સમાચારે ફરી એકવાર Nvidia અને અમેરિકાને ચિંતામાં મૂકી દીધા છે.
અમેરિકાની ચિંતા વધશે?
ચીનના મીડિયા અહેવાલ અનુસાર આ સિસ્ટમનું નામ CloudMatrix 384 Supernode છે, જેને હુઆવેઇએ “ન્યુક્લિયર લેવલ પ્રોડક્ટ” તરીકે દર્શાવ્યું છે. અહેવાલો અનુસાર Huawei નો સુપરનોડ Nvidia ના ખ્યાત NVL72 સિસ્ટમ સાથે બરાબરી કરી શકે છે અને AI ડેટા સેન્ટરોમાં આવતી કમ્પ્યુટિંગ પાવર સમસ્યાઓને મોટા પ્રમાણમાં હલ કરવાની પણ ક્ષમતા ધરાવે છે. અને સાથે જ ખાસ વાત તો એ છે કે હુઆવેઇની સિસ્ટમ 300 પેટાફ્લોપ્સની કમ્પ્યુટિંગ પાવર આપી શકે છે છે, જ્યારે Nvidia ની NVL72 180 પેટાફ્લોપ્સ સુધી મર્યાદિત છે. જો Nvidia NVL72 ની વાત કરીએ તો, આ એક ખૂબ જ પાવરફૂલ GPU સિસ્ટમ છે, જેમાં 72 GPU એકસાથે કામ કરે છે, જેના કારણે તે ટ્રિલિયન-પેરામીટર લાર્જ લેંગ્વેજ મોડેલ્સ (LLMs) ને રીઅલ ટાઇમમાં પ્રોસેસ કરી શકે છે. હુઆવેઇએ આને પડકાર આપ્યો છે અને તે પણ તેની લોકલ ચિપ્સ દ્વારા જ.
અમેરિકા સાથે વિવાદ સમયે ચીનનું મોટું પગલું
Huaweiનો નવો સુપરનોડ હાલમાં અનહુઇ પ્રાંતના વુહુ શહેરમાં કંપનીના ડેટા સેન્ટરમાં લગાવવામાં આવ્યો છે, તેમાં હાઇ-એન્ડ સીપીયુ, નેટવર્ક બેન્ડવિડ્થ, સ્ટોરેજ અને મેમરી જેવી બધી જરૂરી વસ્તુઓ છે જે AI મોડેલ્સને ઝડપથી ટ્રેઈન કરવામાં અને રન કરવામાં મદદ કરે છે. આ તકનીકી છલાંગ માત્ર એક પ્રોડક્ટ લોન્ચ નથી પરંતુ સ્વદેશી ટેકનોલોજી પર Huawei ના આત્મનિર્ભરતા તરફ એક મોટું પગલું છે. ખાસ કરીને એવા સમયે જ્યારે અમેરિકા અને ચીન વચ્ચે ટેક યુદ્ધ તેની ચરમસીમાએ પહોંચી ગયું છે.