ઇન્ટરનેશનલ

US VS China: અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ વોર વકર્યું, અમેરિકાએ ચીનને આપી ચેતવણી…

વોશિંગ્ટનઃ અમેરિકા અને ચીનની વચ્ચે ટેરિફ વોર વધુ વકરી રહ્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જો ચીન પોતાના પર 34 ટકા ટેરિફ નહીં હટાવે તો ચીન પર પચાસ ટકા સુધી ટેરિફ નાખતા ખચકાશે નહીં.

બીજી એપ્રિલના અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત દુનિયાના દેશ પર ટેરિફની જાહેરાત કરી હતી. આ જાહેરાત પછી આજે અમેરિકા, ભારત સહિતના તમામ સ્ટોકમાર્કેટમાં મોટો કડાકો નોંધાયો હતો. અમેરિકન સ્ટોકમાર્કેટમાં તોતિંગ કડાકો બોલાઈ ચૂક્યો છે. દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને આઠમી એપ્રિલ 2025 સુધી 34 ટકાનો ટેરિફ પાછો લેવાની ચેતવણી આપી છે. જો આ ટેરિફ પાછો ખેંચશે નહીં તો પચાસ ટકા વધુ ટેરિફ લાદવાની ચીમકી પણ આપી છે.

ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે ચીન જો સહકાર નહીં આપે તો નવો ટેરિફ નવમી એપ્રિલથી લાગુ પાડશે. સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ લખીને ટ્રમ્પે લખ્યું છે કે આવીતકાલે ચીને જવાબી કાર્યવાહીમાં 34 ટકા નવો ટેરિફ લગાવ્યો છે. જોકે, એનાથી આગળ ટ્રમ્પે જણાવ્યું છે કે અમારી ચેતવણી છતાં જે કોઈ દેશ અમારી સામે વધારે ટેરિફ લગાવીને જવાબ આપશે તેની સામે તાત્કાલિક પહેલાથી વધુ ટેરિફ લાદવા માટે તૈયાર રહેવું પડશે.

અગાઉ ટ્રમ્પે ચીન પર 34 ટકા ટેરિફ લગાવ્યો હતો, જ્યારે એના જવાબમાં ચીને પણ 10મી એપ્રિલથી અમેરિકાથી આવનારા સામાન પર 34 ટકા ટેક્સ લેવાની જાહેરાત કરી હતી. આ ઉપરાત ચીને અમુક કિંમતી ધાતુઓની નિકાસ પણ ચોથી એપ્રિલથી પ્રતિબંધ મૂક્યો હતો. જોકે ચીન અને અમેરિકા વચ્ચે ટેરિફ વોર વકરશે તો અન્ય દેશોને અસર થઈ શકે છે.

આપણ વાંચો : ટેરિફ મુદ્દે ચીન-અમેરિકા આમને સામનેઃ અમેરિકાના સામાન પર ‘ડ્રેગન’ વસૂલશે 34 ટકા ટેરિફ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button