સીરિયા અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામની અમેરિકાએ જાહેરાત કરી | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

સીરિયા અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામની અમેરિકાએ જાહેરાત કરી

મજરા : સીરિયા અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામની સમજૂતી કરવામાં આવી છે. આ અંગેની જાહેરાત અમેરિકાના રાજદૂત ટોમ બેરેકે કર્યો હતો. યુદ્ધ વિરામની સમજૂતી સીરીયામાં ફાટી નીકળેલી આંતરિક હિંસા બાદ કરવામાં આવી છે. દક્ષિણી સીરીયાના સુવેદા પ્રાંતમાં દ્રુજ અલ્પસંખ્યક અને બેદુઈન કબીલામાં ચાલી રહેલી હિંસક અથડામણ ચાલી રહી છે. જેમાં હજારો લોકો માર્યા ગયા છે. તેમજ આ યુદ્વ વિરામ સમજુતીને તુર્કીયે અને જોર્ડનનું સમર્થન છે. જેના લીધે આ વિસ્તારમાં ફરી શાંતિ સ્થાપિત થશે.

સીરીયાની સેના પર એર સ્ટ્રાઈક

આ અંગે ટોમ બેરકે એકસ પર દ્રુજ અને બેદુઈન અને સુન્ની સમુદાયને અપીલ કરી કે હથિયાર મૂકીને અલ્પસંખ્યકો સાથે મળોને નવા સીરિયાનું નિર્માણ કરે. જોકે, તેમને યુદ્ધ વિરામની સમજૂતીનો ઉલ્લેખ ના કર્યો. રવિવારે સુવેદા પ્રાંતમાં દ્રુજ અલ્પસંખ્યક અને બેદુઈન કબીલા વચ્ચે હિંસક અથડામણ થઈ રહી હતી. જેની બાદ સીરિયાની સેના શાંતિ માટે પ્રયાસ કરી હતી. જોકે, તે બેદુઈન જૂથોને સાથ આપતી જોવા મળી. તેના જવાબમાં ઈઝરાયેલે દ્રુજ સમુદાયના સમર્થનમાં સીરીયાની સેના પર એર સ્ટ્રાઈક કરી હતી.

ઈઝરાયલની સેનામાં સામેલ દ્રુજ સમુદાય

ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલની સેનામાં દ્રુજ સમુદાય એક વફાદાર સમુદાય માનવામાં આવે છે. જે ઈઝરાયલની સેનામાં મોટા પાયે છે. જયારે સીરિયાની હિંસક અથડામણમાં અનેક લોકો માર્યા ગયા હતા. તેમજ સેના પર દ્રુજ નાગરિકોની હત્યા, લુંટફાટ અને ઘર સળગાવવાના આરોપ છે. યુએનના અહેવાલ અનુસાર અંદાજે 80,000 લોકો બેઘર બન્યા છે.

બંને જૂથો વચ્ચે ફરીથી અથડામણ શરુ

જયારે સુવેદામાં પાણી, વીજળી અને ટેલીફોન સેવા ઠપ્પ છે. જોકે, બુધવારે અમેરિકા, તુર્કીયે અને આરબ દેશોની મધ્યસ્થાથી એક સમજૂતી થઈ છે. જેના અંતર્ગત દ્રુજ સમુદાય અને ધાર્મિક નેતા સુવેદાની આંતરિક સુરક્ષા સંભાળનાર હતા અને સૈન્યને ત્યાંથી દુર કરવાનું હતું. જોકે, ગુરુવારે રાત્રે ફરી એકવાર બંને જૂથો વચ્ચે ફરીથી અથડામણ શરુ થઈ છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button