US એમ્બેસેડરે ભારતને લઈને કહી મોટી વાતઃ ‘QUAD’માં ભારત ડ્રાઇવિંગ સીટ પર છે’

નવી દિલ્હી: જયપુર લિટરેચર ફેસ્ટિવલની 17મી આવૃત્તિમાં ‘હાર્ટ ઓફ ધ મેટર: ક્વાડ એન્ડ ધ ન્યૂ ઈન્ડો પેસિફિક વિઝન’ સત્ર દરમિયાન અમેરિકી રાજદૂત એરિક ગારસેટીએ (US Ambassador Eric Garcetti) મોટું નિવેદન આપ્યું છે. તેમને કહ્યું હતું કે QUADમાં ભારત ડ્રાઇવિંગ સીટ પર છે અને ક્વાડનું શું કરવું તે ભારતે નક્કી કરવાનું છે.
ગારસેટ્ટીએ ઇશારા ઇશારામાં જ કહ્યું હતું કે ‘ભારત ક્વાડમાં ડ્રાઇવિંગ સીટ પર છે અને અમેરિકા તેની બરાબરવાળી સીટ પર છે. મને લાગે છે કે જાપાન શરૂઆતથી જ રસ્તો બતાવી રહ્યું હતું અને ઓસ્ટ્રેલિયા ક્વાડમાં એવું છે જે કારમાં સૌથી વધુ ઉત્સાહિત છે અને દરેકને ખાણી-પીણી વિશે પૂછે છે અને એ પણ પૂછે છે કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ.’
તમને જણાવી દઈએ કે ક્વાડ એ રાજદ્વારી ભાગીદારી છે (What is Quad) જેમાં ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકા સહયોગી છે. ક્વાડનો ઉદ્દેશ્ય સભ્ય દેશો વચ્ચે આર્થિક, રાજદ્વારી અને લશ્કરી સહયોગ વધારવાનો છે. ક્વાડનો ઉદ્દેશ્ય હિંદ પ્રશાંત મહાસાગર (Indian Pacific Ocean) વિસ્તારને મુક્ત રાખવાનો છે. આ વિચાર જાપાનના તત્કાલીન પીએમ શિંઝો આબેએ વર્ષ 2007માં આપ્યો હતો. તેની રચના વર્ષ 2017માં કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે ચીનના વધતા પ્રભાવને પહોંચી વળવા માટે ક્વાડની રચના કરવામાં આવી છે.
ગાર્સેટીએ જણાવ્યું હતું કે Quad વિશ્વ માટે એક મોડેલ બની શકે છે. તે અત્યંત મજબૂત અને કાયમી છે. તે સંયુક્ત રાષ્ટ્ર વગેરે જેવી ઘણી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ કરતાં વધુ અસરકારક છે કારણ કે આ સંસ્થાઓ પાસે ક્વાડ જેટલી ક્ષમતા નથી.
ભારત-અમેરિકાના દ્વિપક્ષીય સંબંધો પર અમેરિકી રાજદૂતે કહ્યું હતું કે ‘દ્વિપક્ષીય સંબંધો હંમેશા આકર્ષક હોય છે, પરંતુ જ્યારે સીધી બાબતોની વાત આવે છે ત્યારે તે ક્યારેક નિરસ બની જાય છે.’ એક ઉદાહરણ આપતા ગારસેટીએ કહ્યું, ‘જો આપણે ત્રણ લોકોને આમંત્રિત કરીએ તો મજા આવશે અને જો વધુ લોકો જોડાશે તો તે પાર્ટી બની જશે અને પછી તમને ખબર પડશે કે તમારી પાસે કંઈક ખાસ છે.’
“આ એક સરસ સમય છે અને અમે બધા આપણી વિવિધ ભૂમિકાઓનો આનંદ લઈ રહ્યા છીએ,” ગાર્સેટીએ કહ્યું. હું પણ ઇચ્છું છું કે ઘણી વાર આપણે કારની પાછળની સીટ પર બેસીને આરામ કરીએ, પરંતુ તે ભારતે નક્કી કરવાનું છે કે આપણે ક્વોડ સાથે શું કરવા માંગીએ છીએ.
ગારસેટ્ટીએ એમ પણ કહ્યું હતું કે ‘ક્વાડ એવી સંસ્થા પણ નથી જ્યાં દરેક વ્યક્તિ એક વાત પર સહમત થાય, તે વાત કરવાની જગ્યા નથી. આપણે હિંદ મહાસાગર વિશે વાત કરી શકીએ છીએ અને આ દિશામાં આગળ વધી શકીએ છીએ. સાથે સ્પેસ પ્રોજેક્ટ પર પણ કામ કરી શકીએ છીએ.