ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રીથી યુએન ચિંતિત, કહ્યું સંઘર્ષ નિયંત્રણની બહાર…

જીનીવા : અમેરિકાની ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં એન્ટ્રી થઇ છે. જેમાં અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો -ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાન – ને તેના હવાઈ હુમલામાં નિશાન બનાવ્યા. ઇઝરાયલે આ હુમલાઓ માટે અમેરિકાની પ્રશંસા કરી છે. ત્યારે સંયુક્ત રાષ્ટ્રએ અમેરિકન કાર્યવાહી પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે આ સંઘર્ષ નિયંત્રણની બહાર જઈ રહ્યો છે

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું, ‘આજે અમેરિકા દ્વારા ઈરાન પર કરવામાં આવેલી લશ્કરી કાર્યવાહી વિશે સાંભળીને મને ખૂબ જ ચિંતા છે. આ એક એવા દેશ પર ઉશ્કેરણીજનક કાર્યવાહી છે જે પહેલાથી જ યુદ્ધમાં છે. જે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે સીધો ખતરો છે.

સંઘર્ષ નિયંત્રણની બહાર જઈ રહ્યો છે
તેમણે કહ્યું, ‘આ સંઘર્ષ નિયંત્રણની બહાર જવાનો ભય ઝડપથી વધી રહ્યો છે – જે ફક્ત સામાન્ય નાગરિકો પર જ નહીં પરંતુ સમગ્ર પ્રદેશ અને સમગ્ર વિશ્વ પર વિનાશક અસર કરી શકે છે. હું બધા સભ્ય દેશોને તણાવ ઘટાડવા અને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદાના અન્ય નિયમો હેઠળ તેમની જવાબદારીઓનું પાલન કરવા અપીલ કરું છું.’
યુએનના વડાએ કહ્યું, ‘આ ખૂબ જ સંવેદનશીલ સમયમાં અરાજકતા ટાળવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ કટોકટીનો કોઈ લશ્કરી ઉકેલ નથી. તેની માટે રાજદ્વારી ચર્ચાજ એકમાત્ર વિકલ્પ છે.

ઈરાન શાંતિ નહિ રાખે તો ભવિષ્યમાં વધુ ભયાનક હુમલા થશે
ટ્રમ્પે રવિવારે રાષ્ટ્રને સંબોધન કરતી વખતે શાંતિની અપીલ કરી અને ઈરાનને ચેતવણી આપી કે ‘હજુ પણ ઘણા લક્ષ્યો બાકી છે. જો ઈરાન હજુ પણ શાંતિ નહિ રાખે તો ભવિષ્યમાં વધુ ભયાનક હુમલા થશે.’ ટ્રમ્પે કહ્યું કે ‘કાં તો ઈરાનમાં શાંતિ આવશે અથવા વિનાશ થશે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button