Video: ‘….તો 25,000 અમેરિકનોના મોત થયા હોત’ સબમરીન પર એર સ્ટ્રાઈક બાદ ટ્રમ્પનો દાવો

વોશિંગ્ટન ડી સી: શુક્રવારે યુએસ સેનાએ કેરેબિયન સાગરમાં એર સ્ટ્રાઈક કરીને લેટીન અમેરિકાથી યુએસ તરફ આવી રહેલી ડ્રગ્સ ભરેલી સબમરીનનો નાશ કર્યો હતો. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો આ સબમરીન યુએસ પહોંચી ગઈ હોત તો ઓછામાં ઓછા 25,000 અમેરિકનો મૃત્યુ પામ્યા હોત.
ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે એક એર સ્ટ્રાઈકમાં યુએસ આવી રહેલી ડ્રગ્સથી ભરેલી ખૂબ મોટી સબમરીનને નષ્ટ કરવામાં આવી છે. ટ્રુથ સોશિયલ પરની એક પોસ્ટમાં, ટ્રમ્પે લખ્યું કે યુએસ ઇન્ટેલિજન્સે પુષ્ટિ કરી છે કે આ સબમરીનમાં ફેન્ટાનાઇલ અને અન્ય ગેરકાયદેસર ડ્રગ્સ ભરેલા હતાં, તેમાં ચાર ડ્રગ્સ સ્મગ્લર્સ હતા, જેમાંથી બે માર્યા ગયા હતા.
DESTROYED: Confirmed DRUG-CARRYING SUBMARINE navigating towards the United States on a well-known narcotrafficking transit route.
— The White House (@WhiteHouse) October 18, 2025
"Under my watch, the United States of America will not tolerate narcoterrorists trafficking illegal drugs, by land or by sea." – President Trump pic.twitter.com/N4TAkgPHXN
અમેરિકાનોને બચાવ્યાનો દાવો:
ટ્રમ્પે પોસ્ટમાં વધુમાં કહ્યું કે જો હું આ સબમરીનને યુએસમાં પહોંચી ગઈ હોત તો ઓછામાં ઓછા 25,000 અમેરિકનો મૃત્યુ પામ્યા હોત. બચી ગયેલા બે આતંકવાદીઓને અટકાયત અને કાર્યવાહી માટે તેમના મૂળ દેશો, ઇક્વાડોર અને કોલંબિયા મોકલવામાં આવી રહ્યા છે. આ હુમલામાં યુ.એસ. દળોને કોઈ નુકસાન થયું નથી.
દાણચોરોને ચેતવણી:
ડ્રગ્સ સ્મગ્લર્સને ચેતવણી આપતા ટ્રમ્પે લખ્યું કે મારા શાસનકાળમાં, યુનાઇટેડ સ્ટેટ્સ જમીન કે સમુદ્ર માર્ગે ગેરકાયદેસર ડ્રગ્સની હેરાફેરીને સહન કરવામાં નહીં આવે, આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર.
વ્હાઇટ હાઉસે પણ X પર સબમરીન પર એર સ્ટ્રાઈકનો એક અનકલાસીફાઈડ વિડિઓ શેર કર્યો છે.
આપણ વાંચો: ટ્રમ્પની ‘સરમુખત્યારશાહી’ સામે યુએસમાં લોકજુવાળ; ‘નો કિંગ્સ’ રેલીઓમાં લાખો લોકો ઉમટ્યા