ઇન્ટરનેશનલ

ઈરાનના 10 પરમાણુ બોમ્બ જેટલું યુરેનિયમ રહસ્યમય રીતે ગાયબ, કોની ઊંઘ થઈ હરામ?

હેરાન: 12 દિવસ એકબીજાને ભારે નુકસાન પહોંચાડ્યા બાદ ઇઝરાયલ અને ઈરાને યુદ્ધવિરામ જાહેર કર્યું છે. યુદ્ધવિરામનો શ્રેય અમેરિકાએ પોતાના માથે લીધો છે. જોકે અમેરિકાએ રવિવારે ઈરાનના ત્રણ ન્યુક્લિયર ઠેકાણાઓ પર બંકર બસ્ટર બોમ્બ વડે હુમલો કર્યો હતો. પરંતુ આ હુમલા પહેલા ઈરાને પોતાના 400 કિલો યુરેનિયમનું સ્થળાંતર અથવા ગાયબ કર્યું હોવાના અહેવાલને લઈને એકલા ઈઝરાયલની નહીં, પરંતુ અમેરિકાની ઊંઘ હરામ થઈ ગઈ છે.

10 પરમાણુ બોમ્બ બનાવાય એટલું યુરેનિયમ

રવિવારે વહેલી સવારે અમેરિકાએ ઈરાનના ત્રણ ન્યુક્લિયર ઠેકાણા ફોર્ડો, નતાંજ અને ઇસ્ફહાન પર છ બંકર બસ્ટર બોમ્બ વડે હુમલો કર્યો હતો. પરંતુ અમેરિકાના આ હુમલા પહેલા ઈરાને ફોર્ડો ખાતેથી પોતાનું 400 કિલો યુરેનિયમ સલામત અને ગુપ્ત જગ્યાએ પહોંચાડી દીધું હતું. આ યુરેનિયનો ઉપયોગ પોતાના આગામી પરમાણુ કરાર વખતે કરી શકે છે. કારણ કે તેનાથી 10 પરમાણુ બોમ્બ બનાવી શકાય તેમ છે.

ફોર્ડો પ્લાન્ટમાંથી ખસેડવામાં આવ્યો પુરવઠો

આંતરરાષ્ટ્રીય મીડિયાના અહેવાલો અનુસાર, ઈરાનનો ફોર્ડો પ્લાન્ટ પહાડની નીચે બનાવેલો હોવાને કારણે અમેરિકાના હુમલાથી તેને વધારે નુકસાન પહોંચ્યું નહોતું. ઈરાને 16 ટ્રકોની મદદથી ફોર્ડો પ્લાન્ટ ખાતેથી પોતાનો સામાન કાઢ્યો હતો. એવું સેટેલાઈટ ફોટોમાં નજરે પડ્યું હતું. ફોર્ડો પ્લાન્ટમાંથી શું લઈ જવામાં આવ્યું હતું? તેની હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી.

આપણ વાંચો જાપાને પહેલીવાર સ્વદેશી ધરતી પર કર્યું મિસાઈલ પરીક્ષણ, ડ્રેગનની થશે ઊંઘ હરામ?

ઇઝરાયલ-અમેરિકાને ઈરાન પર વિશ્વાસ નથી

ઈરાને પોતાના ઇસ્ફાન શહેર ખાતેના કોઈ અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ કેન્દ્રમાં યુરેનિયમનો જથ્થો છૂપાવી દીધો છે. એવું અમેરિકા અને ઇઝરાયલનું અનુમાન છે. આઈએઈઆઈનું કહેવું છે કે, તેને વહેલી તકે ફરીથી આ અંતે તપાસ કરવાની જરૂર છે. તેણે ઈરાનના વિદેશ પ્રધાનને બેઠક માટે પ્રસ્તાવ પણ મોકલ્યો છે. જોકે ઈરાનનું કહેવું છે કે, તેનો પરમાણુ કાર્યક્રમ શાંતિપૂર્ણ ઉદ્દેશ્ય માટે છે. પરંતુ ઇઝરાયલ અને અમેરિકાને તેના પર ભરોસો નથી.

ઉલ્લેખનીય છે કે, ઇઝરાયલના હુમલા પહેલા ઈરાન પરમાણુ બોમ્બ બનાવવાની નજીક પહોંચી ગયું હતું. પરંતુ અમેરિકન ગુપ્ત એજન્સીનું કહેવું છે કે ઈરાન હજુ પણ પરમાણુ બોમ્બ બનાવવા માટે 3 વર્ષ પાછળ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button