ઇન્ટરનેશનલ
રશિયાના કઝાન શહેરમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર જેવો હુમલો, ઈમારતો સાથે ડ્રોન અથડાયા
કઝાન: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને હાલમાં જ યુક્રેન સામે ચાલી રહેલા યુદ્ધ મામલે સમજુતી કરવા તૈયાર હોવાની વાત કરી હતી. એવામાં રશિયાના કઝાન શહેરમાં મોટો હુમલો થયો છે, આ હુમલો અમેરિકાના યુએસના ન્યુયોર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા હુમલાની યાદ અપાવે છે. શહેરની ઉંચી ઈમારતો સાથે ડ્રોન અથડાવીને હુમલો (Drone attack on Kazan Russia)કરવામાં આવ્યો હતો. રશિયન મીડિયાએ આ હુમલા માટે યુક્રેન જવાબદાર હોવાના અહેવાલ આપ્યા છે.
Also read: યુક્રેને રશિયા પર કર્યો હુમલો, હથિયારના કારખાનાને બનાવ્યું નિશાન
મોસ્કોથી લગભગ 800 કિલોમીટર પૂર્વમાં સ્થિત કઝાન શહેરમાં ડ્રોન હુમલામાં કેટલાક રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પરના વીડિયોમાં એક ડ્રોન એક ઊંચી ઈમારતને અથડાતું દેખાતું હતું, ત્યારબાદ જોરદાર વિસ્ફોટ થયો હતો.
Taboola Feed