ઇન્ટરનેશનલ

યુક્રેનનો પુતિન પર ડ્રોન હુમલાનો પ્રયાસ નિષ્ફળ: રશિયાનો દાવો

મોસ્કો/કિવઃ યુક્રેનની આર્મીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના હેલિકોપ્ટર પર ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે તે કુર્સ્ક ક્ષેત્ર પર ગયા હતા. યુક્રેનને આ હુમલો મધરાતે તેમના વિમાનની ઉડાન ભરતી વખતે કર્યો હતો, પરંતુ રશિયન સેનાએ એને નિષ્ફળ બનાવ્યો હતો.

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે તાજેતરમાં આ યુદ્ધ વચ્ચે સૌથી મોટી ચોંકાવનારી વાત જાણવા મળી છે. યુક્રેનના કુર્સ્ક ક્ષેત્રમાં પુતિનના હેલિકોપ્ટરનો એ વખતે હુમલો કર્યો હતો, જ્યારે અડધી રાતના એ ક્ષેત્રમાં ઉડાન ભરી હતી. જોકે, એ વખતે સતર્ક રશિયન આર્મીએ યુક્રેનના ડ્રોનનો તોડી પાડ્યું હતું અને રાષ્ટ્રપતિ બચી ગયા હતા. આ અહેવાલને કારણે સમગ્ર દુનિયામાં ખળભળાટ મચી ગયો છે.

પુતિનના હવાઈ માર્ગ પર હુમલો કરીને નિશાન બનાવ્યું હતું. રશિયન એર ફોર્સના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે યુક્રેને ડ્રોન મારફત એને નિશાન સાધ્યું હતું, જ્યાં પુતિનનું હેલિકોપ્ટર ઉડી રહ્યું છે, જે એક પ્રી-પ્લાન હુમલાનો પ્રયાસ હતો, જેને નિષ્ફળ બનાવ્યો હતો. રશિયન એર સિસ્ટમે સંપૂર્ણ તાકાતથી તેના પર હુમલો કર્યો હતો અને ડ્રોન પુતિનના રસ્તે પહોંચે એ પહેલા તોડી પાડ્યું હતું અને રાષ્ટ્રપતિના કાફલાને કોઈ નુકસાન થયું નહોતું. આ હુમલા પછી રશિયન એજન્સીએ તપાસ હાથ ધરી છે. રશિયાના દાવા અંગે યુક્રેને સત્તાવાર કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ અગાઉ યુક્રેન પણ આ પ્રકારની હરકત કરી ચૂક્યું છે, તેથી રશિયાને નવાઈ નથી.

રશિયા અને યુક્રેનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયન મીડિયાએ સૌથી મોટો દાવો કર્યો છે. રશિયન અધિકારીના જણાવ્યાનુસાર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના હેલિકોપ્ટર પર યુક્રેની ડ્રોનથી હુમલો કર્યો હતો, જ્યારે એ વખતે પુતિન કુર્સ્ક ક્ષેત્રમાંથી ઉડાન ભરી હતી.આ હુમલાને રશિયન એર ફોર્સે નિષ્ફળ બનાવ્યો હોવાનો પણ દાવો કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button